બિગ બોસ ૧૭ ના વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને ૨૪ મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુનવ્વરના નજીકના મિત્રોમાંથી એક નીતિન મેંઘાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તસવીરમાં સ્ટેન્ડઅપ કોમેડિયન હોસ્પિટલના બેડ પર બેભાન પડેલો જાેવા મળે છે. મુનવ્વરને હોસ્પિટલમાં જાેઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.ઈન્સ્ટાગ્રામ પર નીતિન મેંઘાણીએ શેર કરેલી તસવીરમાં મુનાવર ફારૂકી હાથમાં આઈવી ડ્રિપ સાથે જાેવા મળે છે. તસવીર શેર કરતી વખતે મુનવ્વરના મિત્રએ લખ્યું હું મારા ભાઈના ઝડપથી સ્વસ્થ થવાની મારી પૂરી શક્તિથી કામના કરું છું. તેને હોસ્પિટલમાં જાેયા બાદ તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. મુનવ્વર સાથે શું થયું તે જાણવા ચાહકો ચિંતિત છે. આ પહેલીવાર નથી જ્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન હોસ્પિટલ પહોંચ્યો હોય. ગયા મહિને પણ તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેને પોતાનો ડ્રિપ ધરાવતો ફોટો પણ શેર કર્યાે હતો. તે સમયે તેની તબિયતની સમસ્યાઓ વિશે વાત કરતી વખતે મુનવ્વરે કહ્યું હતું કે તે ખરાબ નજરથી પ્રભાવિત છે. થોડા દિવસો પછી, તેમની તબિયત અપડેટ કરતી વખતે, તેને કહ્યું કે તે હવે ઠીક છે. ગયા મહિને તેમને પેટમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.આ વર્ષની શરૂઆતથી જ મુનાવર ફારૂકી ઘણા વિવાદોમાં ઘેરાયેલો જાેવા મળ્યો હતો. માર્ચમાં, મુંબઈ પોલીસે હુક્કાબાર પર દરોડા દરમિયાન તેની અટકાયત કરી હતી. જાેકે થોડા સમય બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.