તૌકતે વાવાઝોડાને પગલે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાયા

મુંબઈઃ

કોરોના મહામારી વચ્ચે ભારતમાં બીજી એક તબાહી દસ્તક દેવા જઈ રહી છે જેનુ નામ છે તૌકતે વાવાઝોડુ. અરબ સાગરમાં ઉઠનાર તૌકતે વાવાઝોડાની વ્યાપર અસર જોવા મળી શકે છે. ભારતના દરિયાકાંઠાના ઘણા વિસ્તારો ચેન્નઈ, તિરુવનંતપુરમ, કોચ્ચિ, બેંગલુરુ, મુંબઈ, પૂણે, ગોવા અને ગુજરાત આનાથી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. વાવાઝોડાથી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશની સંભાવનાના પગલે મુંબઈમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યુ કે, 'અમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે કે 15 અને 16 મેના રોજ વાવાઝોડુ અમને પ્રભાવિત કરી શકે છે. માટે અમે દરિયાકાંઠાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. વાવાઝોડાથી પ્રભાવિત થનાર સંભવિત વિસ્તારોને અમે ખાલી કરાવી રહ્યા છે.'

તેમણે આગળ કહ્યુ કે, 'બધા કોવિડ કેર સેન્ટરોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે, જરુર પડવા પર દર્દીઓને અન્ય સ્થળોએ શિફ્ટ કરવામાં આવી શકે છે. બપોર સુધી અમારી પાસે આ અંગે દર્દીઓને શિફ્ટ કરવાના છે કે નહિ. અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. મુંબઈના મેયરે આગળ કહ્યુ કે કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને નિપટવા માટે સમુદ્ર તટે 100 જીવનરક્ષકોની તૈનાતી કરવામાં આવી છે. અગ્નિશામક વિભાગને પણ તૈયાર રહેવા જણાવાયુ છે. આજે અને કાલે વર્લી સી લિંકને અવરજવર માટે બંધ રાખવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution