મુંબઈ: કંગના વિવાદ મુદ્દે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને મળી ધમકી

મુંબઇ-

દેશમુખને કંગનાને લઇને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર તેના ડ્રગ કનેક્શનને લઇને તપાસ કરશે. દેશમુખે આ નિવેદન આપ્યા બાદ નાગપુર સ્થિત કાર્યાલયમાં મંગળવારે એક ધમકીભર્યો કોલ આવ્યો છે. કાર્યાલયના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે.

કંગનાને મુંબઇને લાઇને એક નિવેદનને લીધે તેના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તણાવ વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, તે કંગનાનના ડ્રગ કનેક્શનની તપાસ કરશે. ગૃહ પ્રધાન દેશમુખે કહ્યું કે, ધારાસભ્ય સુનીલ પ્રભુ અને પ્રતાપ સરનાઇક દ્વારા પ્રસ્તુત અનુરોધ અનુસાર, મેં વિધાનસભામાં જવાબ આપ્યો અને કહ્યું કે, કંગના રનૌત સંબંધે અધ્યય સુમનની સાથે હતા, જેમણે એક સાક્ષાત્કારમાં કહ્યું કે, તે ડ્રગ્સ લે છે અને તેમણે મજબૂર પણ કરે છે.

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને ધમકી મળી છે. આ ધમકીની પાછળનું કારણ ગૃહ પ્રધાન દ્વારા અભિનેત્રી કંગના રનૌતને લઇને આપવામાં આવેલું નિવેદન છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution