મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

મુંબઈ-

 બોરીવલીમાં એક શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. બનાવની જાણ થતા પોલીસની ટીમ અને 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં શનિવારે સવારે આગ લાગી હતી. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 14 ફાયર ફાઈટર મેળવી રહ્યા છે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

આગ ભોંયરામાં લાગી હતી જે બાદમાં સેક્ન્ડ ફ્લોર સુધી ફેલાઈ ગઈ છે. વેન્ટિલેશન માટે જેસીબીની મદદથી બિલ્ડિંગની સાઇડ ગ્રિલ્સ તોડવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે, ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution