મુંબઈ: લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટ, 20 લોકો ઘાયલ

મુંબઈ-

મુંબઈના લાલબાગ વિસ્તારમાં, સિલિન્ડર બ્લાસ્ટને કારણે 20 લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડના બે વાહનો અને બે જમ્બો ટેન્કર ઘટના સ્થળે હાજર છે. આ વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ સાંભળતાંની સાથે જ આસપાસના વિસ્તારોમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઘાયલોની ચીસો સંભળાવા લાગી. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution