મુંબઇના કરોડપતિ પાનવાલાની NCBએ કરી ધરપકડ,જાણો શું છે મામલો 

મુંબઈ :

મુંબઈના પ્રખ્યાત મુચ્છડ પાનવાલા દુકાનના માલિકોમાંના એક રામકુમાર તિવારીને એનસીબીએ મોડી રાત્રે ધરપકડ કરી હતી. ગઈકાલે જયશંકર અને રામકુમાર બંનેની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ રામકુમારની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાયર્સના સંપર્કમાં રહેલા એક આરોપી દ્વારા મુચ્છડ પાનવાલનું નામ લેવામાં એનસીબીના રડાર પર આવ્યું હતું. તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) મુંબઇ યુનિટ દ્વારા શુક્રવારની રાતથી શનિવાર બપોર સુધીમાં મુંબઈના ત્રણ વિસ્તારોમાં બે મહિલાઓ અને એક બ્રિટીશ નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ 200 કિલો ગાંજો પણ જપ્ત કરો હતો. 

પકડાયેલા આરોપીઓ રહીલા ફર્નિચરવાલા (એક બોલિવૂડ અભિનેત્રીના ભૂતપૂર્વ મેનેજર), સહિસ્તા ફર્નિચરવાલા અને કરણ સજનાની છે જે બ્રિટિશ નાગરિક છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સજાની ભારતના ગોવા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને મેઘાલયમાં ડ્રગ સપ્લાય કરે છે. એનસીબી સજનાને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ સપ્લાય કરવાનો કિંગપીન પણ માને છે, જેની તપાસ ચાલી રહી છે. 

એનસીબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન સજાનીએ કહ્યું હતું કે તે કોને ડ્રગ્સ સપ્લાય કરે છો, જેમાં તેણે મુચ્છડ પાનવાળાનુ નામ પણ લીધું હતું. જે પછી એનસીબીની ટીમે કેમસ કોર્નર સ્થિત તેના વેર હાઉસ પર દરોડો પાડ્યો હતો જ્યાંથી તેમને કેટલાક નાર્કોટિક્સ સબસેનટરસ મળી આવ્યા છે જે એનસીબી તપાસ કરી રહી છે કે તે શું છે? 

આ પછી, રામકુમાર તિવારીને એનસીબીમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા અને એનસીબી કચેરીએ પૂછપરછ માટે બોલાવાયા હતા. રામકુમાર સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ એનસીબી ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં મોડી રાત સુધી તેમનું નિવેદન ચાલુ રહ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution