મુંબઈ-
મુંબઈમાં સવારે ૮ થી બપોરે ૨ સુધીમાં વરલી ખાતે ૧૭૦ મી.મી.(૭ ઈંચ) વરસાદ નોંધાયો છે, જે મોડે સુધીમાં ૮ થી ૧૦ ઈંચને ક્રોસ કરી જવા સંભવ છે. સવારથી વાવાઝોડા જેવા ૧૦૦ કી.મી. થી ૧૫૦ કી.મી. સુધીનો તોફાની વાવાઝોડા જેવા પવન સાથે અંધાધૂંધ વરસાદ પડયો છે. અનેક વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાઇ ગયા છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે. કાતિલ પવન ફુંંકાઇ રહ્યો છે. દક્ષિણ મુંબઈના ઘણા વિસ્તારોમાં ૬ કલાકમાં ૬ ઈંચ જેટલું પાણી પડી ગયું છે. સાંજ સુધીમાં હજુ ભારે વરસાદ પડશે અને સાંજ પછી વરસાદનું જોર ઘટી જશે તેમ મુંબઈ વેધર નોંધે છે.