બોડેલીમાં મોહરમ પર્વની કોમી એકતા સાથે શાંતિપૂર્ણ ઉજવણી કરાઈ


  છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મુસ્લિમ સમાજના માતમના પર્વ મોહરમ પર્વની ઉજવણી કોમી એકતા સાથે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સંપન્ન થઈ હતી

            ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ માસ એટલે મોહરમનો માસ. આ પ્રથમ માસના પહેલા ચાંદથી દસમાં ચાંદ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી માતમના પર્વ તરીકે કરવામાં આવે છે. આ પર્વ મોહરમ પર્વની ઉજવણી બોડેલી નગર સહિત આસપાસના ગામોમાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા દસ દિવસ માટે વિવિધ યુવા કમિટી દ્વારા કરબલાની યાદમાં તેના પ્રતિક રૂપે કલાત્મક તાજીયા બનાવી આરૂઢ કરી દસ દિવસ સુધી આમાં આવતી હોય છે.

            મહોરમ માસના નવમાં ચાંદે કતલની રાતે બોડેલી તેમજ તેની આસપાસના અલીપુરા, ઢોકલીયા અને જૂની બોડેલીમાં આરૂઢ કરાયેલા તાજીયાનું જુલુસ નીકળ્યું હતું જેમાં સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જાેડાયા હતા. અને બીજા દિવસે દસમાં ચાંદ ના રોજ બપોર બાદ બોડેલી, અલીપુરા અને ઢોકલીયામાં ઢોકલીયા થી બોડેલી થઈ અલીપુરા એસ.ટી.ડેપો સુધી તાજીયાનું ભવ્ય જુલુસ જેમાં નાના-મોટા થઈ ૧૫ કરતા વધુ તાજીયા જાેડાતા નગરના માર્ગો પર મુસ્લિમ સમાજના નાના-મોટા આબાલ - વૃદ્ધ , યુવક-યુવતીઓ ખુબ મોટી સંખ્યામાં જાેડાતા નગરના માર્ગો પણ માનવ મહેરાણ જાેવા મળ્યા હતા. ત્યારે યા હુસેન... યા હુસેન ના ગગનભેદી નારાઓ તેમજ હજરત ઇમામ હુસેન ની યાદમાં મુસ્લિમ યુવકો દ્વારા રમાતી પીટ્ટણી,જુલુસ જાેવા માટે ઉમટેલા તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

              છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ બોડેલીના પી.એસ.આઇ. દ્વારા ગોઠવાયેલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બોડેલી ના શાકમાર્કેટ વિસ્તારમાંથી નીકળી બોડેલી થી અલીપુરા પહોંચી અખાડા પર યુવકો દ્વારા પીટ્ટણી અંગ કરતાં અંગ કરતબ ના દાવો રમી અલીપુરા થી જુલુસ ઢોકલીયા પહોંચ્યું હતું જ્યાં હસનભાઈ ધાબાવાળા ના ઘર પાસે અખાડો રમી તાજીયાઓ ને એક પછી એક વિવિધ ટ્રકોમાં લઈ નજીકના ઝાંખરપુરા ગામના તળાવમાં ઠડા કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution