વડોદરા,તા.૨૭
એમ એસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસના ગાયન વિભાગ દ્વારા મંંુબઇના પ્રખ્યાત તબલા વાદક અને લેખક ચિંતક ગુરુ પ્રવિણ કરકરેની આગેવાનીમાં તા ૨૬ અને ૨૭ ના રોજ શાસ્ત્રીય સંગીતના કઠીન પક્ષ લય અને લયકારી વિષય પર કાર્યશાળા અને ચર્ચા સભા યોજવામાં આવી હતી.જેમાં ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓને રોજ ત્રણ કલાક માર્ગદર્શન આપવામાં આવતું હતું. શહેર ઉપરાંત અલગ અલગ રાજ્ય તથા નેપાળ, બાંગ્લાદેશ,મોરેશિયસ, શ્રીલંકાથી વિદ્યાર્થી ઓનલાઇન જાેડાયા હતા.ગુરુજીએ પ્રારંભમાં વિદ્યાર્થી પાસે રિયાઝ કરાવ્યું હતું. ત્યારબાદ પ્રવિણ કરકરેએ લય અને લયકારીના સૂક્ષ્મ પાસાને ઘણી સરળતાથી સમજાવ્યા હતા.તીનપાલ, ઝપતાલ, રુપક વિગેરે તાલમાં મુશ્કેલ લયકારીતી કરાવી હતી.કાર્યશાળા દરમ્યાન પ્રેકટીકલ નિદર્શન સ્માર્ટ બોર્ડ, ઓડીયો વિઝયુઅલ સંશાધનનો ઉપયોગ કરાવ્યો હતો.આ કાર્યશાળાનો તમામ વિદ્યાર્થીઓએ ભારે રોમાંચ સાથે આનંદ માણ્યો હતો.