વડોદરા
એજયુરેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના રેન્કની સૂચિ પર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઝળકી હતી. આ રેન્કમાં પ્રકાશનો, સાઇટેશન, શૈક્ષણિક અભ્યાસક્રમો, વિદ્યાર્થીઓમાં સ્વીકૃતિ દર, ટ્યુશન ફી, વિદ્યાર્થી સંખ્યા અને સ્ટુડન્ટ ટુ સ્ટાફ રેશિયો જેવા માપદંડોના આધારે આ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
એજ્યુરેન્કમાં યુનિવર્સીટીના કુલ ૫૯૯૬ સંશોધન પ્રકાશનોને મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાંથી કેમિકલ અને મટિરીયલ સાયન્સ ના ૨૦૦૦ કરતાં વધુ પ્રકાશનો ૯૦૦૦ કરતા વધુ વખત અન્ય પ્રકાશનો માં બીજા સંશોધકો દ્વારા ટાંકવામાં આવ્યા હતા. ઉપરાંત વિષય વાર સંશોધન પ્રકાશનો માં યુનિવર્સીટીમાંથી રસાયણશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રના વિષયો નો સમાવેશ થાય છે. જે પૈકી અનુક્રમે કુલ ૯૪૩ અને ૯૩૪ પ્રકાશનો વિશ્વભરમાં ૩૫,૦૦૦ અને ૩,૦૦૦ નાં વખત ટાંકવામાં આવ્યા છે. ઉપરાંત, મટિરીયલ્સ સાયન્સ, બાયોલોજી, મેડિસિન, હિસ્ટ્રી, ફિઝિક્સ, જિયોગ્રાફી, બિઝનેસ (કોમર્સ મેનેજમેન્ટ ઇકોનોમિક્સ), ગણિત અને કમ્પ્યુટર સાયન્સ ના રિસર્ચ આઉટપુટ પણ આ લિસ્ટ માં પ્રથમ ૨૦૦૦ માં સ્થાન પામ્યા છે. જેમને એમએસયુબીની નજીકમાં સ્થાન મેળવ્યું હોય તેવી સંસ્થાઓમાં યુનિવર્સિટી ઓફ મદ્રાસ, ઉસ્માનિયા યુનિવર્સિટી, ગુરુનાયક દેવ યુનિવર્સિટી તેમજ મોનીર્બા, થાપર ઇન્સ્ટિટ્યૂટ, એનઆઈડી અને આઈઆઈટી ગાંધીનગરનો સમાવેશ થાય છે.