ભરૂચ-
સાંસદ મનસુખ વસાવા સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપશે, તેવો પત્ર તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને ઉદ્દેશીને પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો. જેને લઇને ભાજપમાં ભુકંપ સર્જાયો હતો.
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મનસુખ વસાવા ભાજપના સિનિયર સાંસદ છે. અમારા માટે ગૌરવ છે. તેમને હજી સુધી રાજીનામું નથી આપ્યું, પરંતુ આગામી લોકસભા સેશનમા રાજીનામું આપશે તેવી વાત કરી છે. તેમને નાનું મનદુઃખ હતું, તે વિશે તેમણે પ્રદેશ પ્રમુખને જણાવ્યું હતું. આ રજૂઆતને ધ્યાનમાં લઈને તેમને મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી છે.સીઆર પાટિલે મનસુખ વસાવાની પ્રશંસા કરતા કહ્યુ કે, તે ઘણા સેન્સેટિવ માણસ છે, મનસુખ વસાવા લાગણીશીલ છે અને હંમેશા લોકો માટે લડે છે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નીરાકરણ લાવે છે, તે ઘણુ સારૂ કામ કરતા આવ્યા છે. આવા વ્યક્તિ અમારા સાંસદ છે તે અમારા માટે ગૌરવ સમાન છે.