નડિયાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના ગુજરાત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વીજ કંપનીના સંયુક્ત ઉપક્રમે કપડવંજ તાલુકાના જે.બી.પટેલ હાઇસ્કૂલ, ઉકરડીના મુવાડા, તા.કપડવંજ મુકામે કપડવંજ તાલુકાના ગામના કિસાનો માટે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના વરદહસ્તે શુભારંભ કરાવવામાં આવશે. આ કાર્યક્રમ તા.૧૭ના રોજ સવારે ૧૦થી ૧૧ દરમિયાન યોજાશે.
ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાના ખડાલ મુકામે ખડાલ હાઇસ્કૂલના પટાંગણમાં કઠલાલ તાલુકાના ગામના કિસાનો માટે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના વરદહસ્તે શુભારંભ કરાવવામાં આવશે. આ કાર્યક્રમ તા.૧૭ના રોજ બપોરના ૧૨થી ૧ દરમિયાન યોજાશે.
દંડક પંકજભાઇ દેસાઇ વસો તાલુકાના ગામો માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવશે
ખેડા જિલ્લામાં વસો તાલુકાના પીજ મુકામે સુંધા માતાના મંદિર પાસે, પીજ રામોલ રોડ ખાતે વસો તાલુકાના ગામના કિસાનો માટે ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇના વરદહસ્તે સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવવામાં આવશે. આ પ્રસંગે માતર તાલુકાના ધારાસભ્ય કેસરીસિંહ તથા અન્ય પદાધિકારી, અધિકારીઓ તેમજ વસો તાલુકાના લાભાર્થી ખેડૂત મિત્રો ભાગ હાજર રહેશે. આ કાર્યક્રમ તા.૧૭ના રોજ સવારના ૧૦થી ૧૧ દરમિયાન યોજાશે. દરમિયાન મહુધા તાલુકાના લાભાર્થી ખેડૂતો માટે એક કાર્યક્રમ મહુધા મુકામે નગીન વાડી, એમકેએમ હાઇસ્કૂલની બાજુમાં, ડાકોર રોડ, મહુધા ખાતે મહુધા તાલુકાના ગામના કિસાનો માટે ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇના વરદહસ્તે શુભારંભ કરાવવામાં આવશે.