દિલ્હી-
મોઝામ્બિકની એક રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં 50 થી વધુ લોકોના ધડ કાપવમાં આવ્યા હતા અને તેમના મૃતદેહના ટુકડા ફૂટબોલના મેદાનમાં કરવામાં આવ્યા હતા. આ પછી ગામની મહિલાઓનું અપહરણ કરાયું હતું. આટલું જ નહીં, બીજા જૂથે લોકોના ઘર સળગાવી દીધા હતા. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ ઇસ્લામિક રાજ્ય સાથે સંકળાયેલા કટ્ટરવાદીઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
બીબીસી ન્યૂઝના સમાચારો અનુસાર, ગામ પર હુમલો કરતી વખતે બંદૂકધારીઓ 'અલ્લાહ હુ અકબર' ના નારા લગાવતા હતા. મોઝામ્બિકના એક પોલીસ વડાએ ટાઇમ્સને જણાવ્યું હતું કે હુમલાખોરોએ ઘરો બાળી નાખ્યા હતા અને ત્યારબાદ નાસી છૂટેલા લોકોની હત્યા કરી હતી.
પાછલા અઠવાડિયામાં, ઘણા ગામોમાં હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. એક ઘટનામાં, શંકાસ્પદ જેહાદીઓ દ્વારા ડઝનેક માણસો અને છોકરાઓનું માથું કાપી નાખવામાં આવ્યું. મુએડા જિલ્લાના અધિકારીએ જણાવ્યું હતું કે જંગલોમાંથી લાશ મળી આવ્યા બાદ પોલીસને ઘટનાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે આશરે 20 જેટલા મૃતદેહો 500 મીટરની ત્રિજ્યામાં મળી આવ્યાં હશે.
આ વર્ષે માર્ચમાં, ઇસ્લામિક સ્ટેટે એક્સન મોબીલ અને ટોટલના ગેસ પ્રોજેક્ટની નજીક કરવામાં આવેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પ્રાંતમાં 60 અબજ ડોલરના ઉર્જા વિકાસના પ્રોજેક્ટ્સ છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં કટ્ટરવાદીઓની પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. તે જ સમયે, એપ્રિલમાં, જેહાદીઓએ 50 થી વધુ યુવાનોનું શિરચ્છેદ કર્યું હતું.