ફિલ્મી ટક્કરઃ કોઈ હીરો યહાં-કોઈ ઝીરો યહાં

ઓટીટી(ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ આવ્યા બાદ ફિલ્મ સિનેમા હોલ કરતા ફોનમાં જાેવાનું વધી ગયું છે. આ નિવેદન પર મતમતાંતર હોઈ શકે છે, પરંતુ જાણીતા ફિલ્મનિર્માતા ડેવિડ ધવને ગત સપ્તાંહે એવું કહ્યું 'હજું પણ સિનેમાઘરમાં જઈને ફિલ્મ જાેવાવાળો વર્ગ છે. નવા મેકર્સમાં એવું હોય તો બનાવો બિગ સ્ક્રીન પિક્ચર.’

જ્યાં સુધી વાત ફિલ્મની છે ત્યાં સુધી કરોડો રૂપિયામાં તૈયાર થયેલી ફિલ્મની એક ચોક્કસ અસર હોય છે. ફ્લૉપ ફિલ્મમાં પણ નાનીઅમથી સ્ટોરી હોય છે. ક્યારેક તે કેવી રીતે પીરસાય છે એના પર બધો આધાર રહેલો હોય છે. જાણિતા ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ એક વખત કહ્યું હતું, 'ફિલ્મ કેવી રીતે રજૂ થાય છે એના પર એના રનિંગનો આધાર હોય છે. ફિલ્મ 'હેરાફેરી’ ચોક્કસથી કોમેડી છે પણ એમાં પીડા કરતા પેશન અને પ્રેઝન્ટેશન કામ કરે છે. હકીકતમાં ત્રણેય વ્યક્તિ પાસે પૈસા તો હોતા નથી. છતાં આપણે એ પેટ પકડીને હસાવે છે.’

કમ ટુ ધ પોઈન્ટ. ફિલ્મ રીલિઝ થવાની હોય એ પહેલા પહેલા ટીઝર રીલિઝ થાય પછી ટ્રેલર અને પછી ફિલ્મ. એક એવો સમય હતો, જ્યારે ટીવી સીરિયલની એડમાં આ ટ્રેલર આવતા. જેમાં આખી સ્ટોરી કરતા એક અંશ માત્ર જાહેર કરાય. પછીથી ટીઝરનો કોન્સેપ્ટ આવ્યો. આનાથી ફિલ્મ જાેવાનો રસ અને ઈન્તેઝાર વધતા ગયાં. આમ તો ફિલ્મી ટક્કર એ કોઈ નવી વાત નથી. બે ફિલ્મો એક સાથે સિનેમા સુધી પહોંચે એ પહેલા જ રીલિઝ ડેટમાં રાતોરાત ફેરફાર કરવામાં આવે.

'સિંઘમ અગેઈન’ અને 'પુષ્પા-૨’ બંને ફિલ્મનું એકસાથે એલાન થતા રોહિતે ફરી વિચારણા કરી. આવી જ રીતે 'યે દિલ તેરા આશિક’ અને 'ચંદ્રમુખી’ સાથે આવી હતી. 'ખેલ ખેલ મૈં’ અને 'સ્ત્રી-૨’ માત્ર ૨૪ કલાકના અંતરમાં સિનેમા સુધી પહોંચી. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, 'સ્ત્રી-૨’ બેસ્ટ પ્રેઝન્સ લઈ ગઈ. ટિ્‌વટર સુધી ટ્રેન્ડ થઈ. જ્યારે 'વેદા’ થોડી ઓફબીટ છે. આ ફિલ્મમાં જ્હોેનનો એક નવો અવતાર જાેવા મળ્યો છે. 'ઓમ શાંતિ ઓમ’ અને 'સાવરિયા’ ફિલ્મ એક સાથે આવી હતી. આ ફિલ્મોમાં દેખીતી રીતે સિક્કો તો કિંગખાનનો જ વાગવાનો હતો. સન ઓફ ઋષિ કપૂર-રણવીરે એન્ટ્રી જબરદસ્ત રીતે કરી. ફિલ્મ ઠીકઠાક રહી પણ જલસા પડી ગયા શાહરૂખ ખાનની એક્ટિંગમાં.

કરોડોમાં કમાણી કરનાર ફિલ્મ સુપરહિટ માનવામાં આવે છે. મસાલાથી ભરપૂર ફિલ્મમાં સ્ટોરી સામાન્ય હોય પણ એક્શન, ઈમોશન અને અટેચમેન્ટ હોય એટલે ફિલ્મ સફળ. ઘણી વખત આ ત્રણેય પાસા સારા હોય પણ ફિલ્મ ધીમી પડી જાય એટલે પાટા પરથી ઊતરી જાય છે. આવું જ થયું 'દ્રશ્યમ‘માં. વિક્કી કૌશલ અને અલ્લુ અર્જુન એક સાથે ઓન સ્ક્રિન થઈ રહ્યા છે. 'છાવા’ અને 'પુષ્પા-૨’ સાથે આવી રહી છે. રોહિતે સમજી-વિચારીને ડેટ બદલી નાંખી. તારીખ બદલવાથી તિજાેરી પર સીધી અસર થાય છે એ વાત શેર માર્કેટની હાલત જેવી છે. ક્યારેક પ્લસ થાય તો બેડોપાર અને માઈનસ થાય તો 'તારે(સારે) ઝમી પર’ ભાઈજાનની ફિલ્મ પણ સાઉથની એક ફિલ્મ સાથે માત્ર એક અઠવાડિયાના અંતરમાં રહી હતી. 'બજરંગી ભાઈજાન’ અને 'બાહુબલી’ આ બંને ફિલ્મ કમાણીના મામલે ખરા અર્થમાં બોક્સઓફિસ પર બાહુબલી પુરવાર થઈ. ફિલ્મોમાં ઘણીવાર હિંમત અને આવડતની યશોગાથા સારી રીતે કચકડે મઢેલી હોય છે. 'કાબિલ' અને 'રઈશ’ ફિલ્મ પોતાના ઝોનમાં સારી રહી હતી. મિમ્સની દુનિયામાં 'કાબિલ’ 'રઈશ’ને રડાવી ગઈ. માત્ર ફિલ્મો પર જ નહીં સોશિયલ મીડિયા પર બનતા મિમ્સ પર ફિલ્મની પ્લસ માઈનસ અંગે વાત પૂરે છે.

એક મોકો માઈલસ્ટોન બનાવી શકે અને ઇતિહાસમાં ડંકો વગાડી શકે. 'ગદર-૨’એ ફરી ઈન્ડિયા-પાકિસ્તાનવાળી ફીલ જીવંત કરી દીધી. જેમાં અનિલ શર્માના દીકરાનું કરિયર થોડું ચમકી ગયું. એક સમયની ક્યૂટી બેબી અમિશા પટેલ ઓન સ્ક્રિન છવાઈ ગઈ. 'ગદર-૨’ના રીલિઝની આસપાસ જ અક્ષય કુમારની ફિલ્મ 'ર્ંસ્ય્-૨’ રહી હતી. મીડિયા રીપોર્ટ ત્યાં સુધી કહે છે કે, રીલિઝ અંગે અક્કીભાઈ અને સન્ની દેઓલ વચ્ચે ડાયરેક્ટ વાત થયેલી હતી. મૂળ વાત એ છે કે,બંને ફિલ્મના ઝોન અલગ અલગ હતા. એકમાં સેક્સ એજ્યુકેશન બીજામાં લવ-એક્શન, ઈમોશન અને દેશભક્તિ. આમાં કોઈ ટક્કરનો સવાલ નથી બસ કમાણીના આંક ઉપર-નીચે હોય તો જ ફેર પડે.

આઉટ ઓફ ધ બોક્સ

'શૉલે’ના તમામ ડાયલોગ્સ ખૂબ જ પોપ્યુલર છે પણ 'કિતને આદમી થે’ એ બોલનાર અમજદ ખાનના સમગ્ર ફિલ્મમાં માત્ર ૯ જ સીન છે. આખી ફિલ્મમાં ગબ્બરનું આખું અને સાચું નામ માત્ર એક જ વખત લેવાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution