ગાંધીનગર-
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું શનિવારે સવારે નિધન થયું છે. ત્યારે તેમના માન-સન્માનમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માધવસિંહ સોલંકીના પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે માધવસિંહ સોલંકીની અંતિમવિધિ રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે, તેવું નિવેદન પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યુ હતું.
કેબિનેટ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માધવસિંહ સોલંકીના ભૂતકાળને વાગોળ્યો હતો. માધવસિંહ સોલંકીએ ભૂતકાળમાં કરેલા કાર્યો અંગેની પણ વાતો નીતિન પટેલે કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. જેનાથી ગુજરાતને મોટી ખોટ પડી છે. 1947થી ગુજરાતના રાજકીય જીવનમાં સક્રિય હતા. તમામ રાજકીય પ્રસંગમાં માધવસિંહ સોલંકીએ ભાગ લીધો છે. ગુજરાતમાં ચાર વખત વિવિધ તબક્કે મુખ્યપ્રધાન પણ બન્યા છે. જ્યારે બે વર્ષ તેમને કેન્દ્ર સરકારમાં પણ સેવા આપી છે. આ ઉપરાંત માધવસિંહ સોલંકીએ અને કેવી યોજનાઓ મૂકી છે. જે ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી. જ્યારે મધ્યાહન ભોજન યોજના પણ માધવસિંહ સોલંકીની જ હતી. આ ઉપરાંત સોલંકીએ સામાજિક પછાત વર્ગોને લાભ આપવાની પણ શરૂઆત જ કરી હતી.