મૉરોક્કોની હિજાબ પહેરતી કેન્ઝા લાયલીએ વિશ્વની પ્રથમ મિસ એઆઇનો ખિતાબ જીત્યો


મોરોક્કો  :જેનું કોઈ રિયલ અસ્તિત્વ જ નથી એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) નિર્મિત સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સુંદરીઓની વૈશ્વિક સ્પર્ધા યોજાઈ હતી જેની જાહેરાત એપ્રિલ મહિનામાં થઈ હતી અને એક મહિના પહેલાં એમાંથી ટૉપ ૧૦ ફાઇનલિસ્ટ્‌સની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ દસેય ફાઇનલિસ્ટ છૈં મૉડલ્સને ૧૫૦૦ કમ્પ્યુટરાઇઝ્‌ડ ચૅલેન્જિસ આપવામાં આવી હતી.દરેક ચૅલેન્જમાં તેમના પર્ફોર્મન્સને આધારે મળેલા માર્ક્‌સમાં મૉરોક્કોની લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર કેન્ઝા લાયલી બાજી મારી ગઈ અને તેણે મિસ બ્યુટિફુલ એઆઇનો પહેલો ખિતાબ હાંસલ કરી લીધો હતો. કેન્ઝાએ જીત પછી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને માણસોની જેમ લાગણીઓ સમજાતી કે ફીલ નથી થતી છતાં આ અવૉર્ડ માટે હું એક્સાઇટેડ છું.કેન્ઝાને ટાઇટલની સાથે બે લાખ ડૉલરનું પ્રાઇઝ પણ મળ્યું છે જે તેને ક્રીએટ કરનારા ટેક એક્ઝિક્યુટિવને મળશે... તેની સાથે ફ્રેન્ચ બ્યુટી લૅલિના વૅલિના અને પોર્ટુગલની મૉડલ ઑલિવિયા ટૉપ-થ્રીમાં પહોંચી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution