પાદરા.તા.૨૬
પાદરા માં કોરોના હજી સુધી અંકુશમાં આવી શક્યો નથી. વધુ છ કોરોના પોઝીટીવ થી પીડાતા દર્દીઓ હોવાનું નિદાન થયું છે આ સાથે કોરોના પોઝીટીવ ના પાદરા માં કુલ દર્દીઓની સંખ્યા ૮૫ થવા પામી છે .
પાદરામાં આજે નવા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. પાદરા દિન પ્રતિ દિન કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે વધતા કેસોના પગલે અત્યારે પાદરામાં અમુક વિસ્તાર ને બાદ કરતા પાદરામાં મોટા ભાગનાં વિસ્તારો હાલ કન્ટેન્ટ મેન્ટ ઝોન હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારો ને બહાર નહિ પાડવા હોવાનું હેલ્થ ઓફિસર વિમલ કુમાર સિંઘે જણાવ્યું હતું. જ્યારે ગતરોજ રાણાવાસ માં
મૃત્યુ પામનાર મહીલાનું કોરોના ના કારણે મોત નીપજવા પામ્યું હતું જેની આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી.
પાદરા ભાજપા મહામંત્રી શૈલેશ સ્વામી એ જણાવ્યું હતું કે પાદરા નગર માં કોરોના સંક્રમિત કેસો દિવસે ને દિવસે વધતા જાય છે લોકોમાં ભયંકર ભય ઉદભવી રહ્યો છે આ પરીશ્થીતીમાં પાદરા નગર અને તાલુકાની સ્થિતિ વધુ ભયાનક થઇ રહી છે.સરકારી તંત્ર જેમાં પાદરા નગર પાલિકા ચીફ ઓફિસર, પાદરા મામલતદાર, વડોદરા જીલ્લા આરોગ્ય અધિકારી, વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી એસ.ડી.એમ તેમજ પાદરા તાલુકા હેલ્થ ઓફિસર સહીત આરોગ્ય વિભાગમાં સંકલન નો અભાવ વર્તાય છે.