દિલ્હી-
કોરોના વાયરસના પગલે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માર્ચથી જૂન 2020ના સમયગાળામાં પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી હતી. કેન્દ્ર સરકારે આ મામલે જવાબ આપતા જણાવ્યું કે અંદાજે એક કરોડથી વધુ મજૂરો પગપાળા વતન પરત ફર્યા હતા.
લોકસભામાં રોડ અને હાઈવેના રાજ્યકક્ષાના મંત્રી વી કે સિંહે લેખિત જવાબમાં જણાવ્યું કે, કોવિડ ૧૯ની મહામારીને પગલે મોટાપાયે પરપ્રાંતિય મજૂરોએ વતન તરફ પ્રયાણ કયુ હતું અને મજૂરી માટે તેઓ જે રાયમાં હતા ત્યાંથી હોમ સ્ટેટમાં પરત ફર્યા હતા.
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્રારા તૈયાર કરાયેલા આંકડા મુજબ 1.06 કરોડથી વધુ મજૂરો લોકડાઉન દરમિયાન પગપાળા વતન પરત ફર્યા હોવાનું મંત્રીએ તેમના જવાબમાં જણાવ્યું હતું. કામચલાઉ માહિતી મુજબ રાષ્ટ્ર્રીય માર્ગ સહિતના રસ્તાઓ પર ચાર મહિનામાં કુલ 81,385 અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં 29,415 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જાે કે મંત્રાલયે માર્ગ અકસમાતમાં મૃત્યુ પામનાર પરપ્રાંતિય મજૂરો માટે અલગથી આંકડા તૈયાર નથી કર્યા.
ગૃહ મંત્રાલયે સમયાંતરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મજૂરોને રહેવા, જમવા, પાણી તેમજ આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ ઉપરાંત મજૂરોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવા પણ આદેશ કરાયો હતો. મંત્રાલયે પગપાળા વતન જઈ રહેલા મજૂરોને રસ્તામાં ભોજન, પાણી, આવશ્યક દવાઓ, ચપ્પલ વગેરેની સેવા પુરી પાડવાનો પ્રયાસ કર્યા હતો તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.