અમેરિકા,
દુનિયાભરમાં કોરોનાવાયરસ ના કેસ માં ઝડપી વધારો થઈ રહ્યો છે પરંતુ અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ યથાવત રહી છે અને અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૨ હજારથી પણ વધુ નવા કેસ મળી આવતાં અમેરિકાની જનતામાં હાહાકાર મચી ગયો છે.
અમેરિકામાં કુલ કેસ ૨૭.૭૯ લાખ પર પહોંચી ગયા છે. યારે વિશ્વની વાત કરીએ તો મોસમનો કુલ આંકડો ૫.૧૮ લાખ જેટલો થઈ ગયો છે. દુનિયાભરમાં ઝડપથી કેસ વધી રહ્યા છે અને આજ સુધીમાં કુલ કેસ ૧ કરોડ ૮ લાખથી પણ વધુ થઈ ગયા છે. સૌથી વધુ ચિંતાજનક હાલત અમેરિકાની છે અને ત્યાં મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે આમ છતાં અમેરિકાની જનતામાં બેદરકારી નું પ્રમાણ પણ સૌથી ઐંચું ગયું છે
બ્રાઝિલમાં પણ કેસમા ભારે ઉછાળો આવ્યો છે અને અત્યાર સુધીમાં ત્યાં કુલ કેસ ૧૪.૫૩ લાખ સુધી પહોંચી ગયા છે એ જ રીતે રશિયામાં ૬.૫૪ લાખ કેસ થઇ ગયા છે અને ૧૦,૦૦૦ ની નજીક મૃત્યુ નો આંકડો પહોંચી ગયો છે. નિષ્ણાંતોએ અમેરિકી જનતાનો એવી ચેતવણી પણ આપી દીધી છે કે જો તેઓ નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહીં પહેરે તો અમેરિકામાં દરરોજ એક લાખ નવા કેસ બહાર આવવાના છે