વર્ષે ૮૦ લાખથી વધુ મૃત્યુ વાયુ પ્રદૂષણથી!

वायुर्विश्वमिदं सर्वं प्रभुर्वायुश्च कीर्तितः।

અર્થાત, વાયુ જ સંપૂર્ણ વિશ્વ છે અને વાયુ ને જ આ વિશ્વનો સ્વામી અથવા ઈશ્વર માનવામાં આવે છે.સંસ્કૃતિની શરૂઆત સાથે જ, આપણાં આદિ ઋષિઓ વાયુનું વૈજ્ઞાનિક મહત્વ સમજતા હતાં અને તેથી જ સમગ્ર સૃષ્ટિના કારક એવા વાયુઓનો મહિમા તેમણે અનેક શ્લોકમાં કર્યો છે. પરંતુ માનવ સભ્યતાના વિકાસ સાથે સાથે મનુષ્ય ઉત્તરોત્તર પ્રકૃતિ પ્રત્યે સભ્યતા દાખવવાનું ચૂકતો ગયો જેને કારણે અનેક સમસ્યાઓ ઉભી થતી રહી છે. તેમાંની એક સમસ્યા વાયુ પ્રદુષણ છે.

 આપણે જાણીએ જ છીએ કે ઔદ્યોગિક અને ટેકનોલોજીના વિકાસ સાથે હરણફાળે વધી રહેલું વાયુ પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે જવાબદાર છે તો સાથે સાથે આ પ્રદુષણ માનવ શરીરના દરેક અંગ અને દરેક કોષને નુકસાન પહોંચાડે છે.

વિશ્વની વાત કરીએ તો, યુએસ સ્થિત સંશોધન સંસ્થા હેલ્થ ઇફેક્ટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ(ૐઈૈં)ના તાજેતરના તારણો દર્શાવે છે કે ૨૦૨૧માં ૮૦ લાખથી વધુ મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થયાં હતાં. આ જાેખમ બાળકો અને પુખ્ત વયના બંનેને અસર કરે છે.

ૐઈૈં અને ેંદ્ગૈંઝ્રઈહ્લ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ સ્ટેટ ઑફ ગ્લોબલ એર ૨૦૨૪નો વાર્ષિક અહેવાલ એ કઠોર વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે કે હાઈ બ્લડપ્રેશર પછી ગંદી અસ્વચ્છ હવા હવે બીજા ક્રમના સૌથી મોટા વૈશ્વિક હત્યારા તરીકે સ્થાન ધરાવે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં, કુપોષણ પછી વાયુ પ્રદૂષણ મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર (એસઓજીએ) ૨૦૨૪ અનુસાર વાયુ પ્રદૂષણ એક અદ્રશ્ય છૂપો ખતરો છે, જે ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના આશરે ૪૬૪ બાળકો અને વિશ્વભરમાં દરરોજ ૨,૦૦૦ બાળકોના મૃત્યુ માટે જવાબદાર છે. અસ્વચ્છતા અને અપૂરતા સ્વચ્છ પાણીને વટાવીને વાયુ પ્રદૂષણ હવે વિશ્વભરમાં બાળકો માટે બીજા સૌથી મોટા સ્વાસ્થ્ય જાેખમ તરીકે ઉભરી આવ્યું છે. વાયુ પ્રદૂષણ એ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બંને માટેનું એક મુખ્ય જાેખમ અને વૈશ્વિક સ્તરે મૃત્યુના મુખ્ય કારણમાંનું એક માનવામાં આવે છે.

ખાસ કરીને એશિયામાં પરિસ્થિતિ પડકારજનક છે, જ્યાં હવાની ગુણવત્તા જાળવવાની ઘણી નીતિઓ હોવા છતાં, ભારત અને ચીન જેવા દેશોમાં વાયુ પ્રદૂષણ મુખ્ય સમસ્યા છે. જ્યારે આફ્રિકન દેશોએ છેલ્લાં પાંચ દાયકાઓમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર બગાડનો અનુભવ કર્યો છે, તેમ બર્મિંગહામ યુનિવર્સિટીના નિવેદનમાં નોંધવામાં આવ્યું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)નો અંદાજ છે કે વૈશ્વિક વસ્તીના ૯૯% લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે, જેના કારણે દર વર્ષે વિશ્વભરમાં આશરે ૮ મિલિયન લોકો અકાળ મૃત્યુ થાય છે.

ભારતની વાત કરીએ તો, વાયુપ્રદુષણની આપણે જે નોંધપાત્ર અસરો જાેઈ રહ્યા છીએ તે ચિંતાજનક છે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે મોટા શહેરોમાં વાયુ પ્રદુષણ જાેવા મળતું હોય છે જ્યારે નાના શહેરોની હવા શુદ્ધ હોય છે. પણ હવે એવું નથી. વાયુ પ્રદૂષણ એ એક એવી સમસ્યા છે જે ભારતના મોટા હિસ્સાને અસર કરે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ધુમ્મસથી ભરેલા ભારતીય શહેરો વિશ્વના સૌથી ખરાબ વાયુ પ્રદૂષણના પરિણામોનો સામનો કરી રહ્યા છે, જે રહેવાસીઓના ફેફસાંને ગૂંગળાવી રહ્યાં છે અને તેમના સ્વાસ્થ્ય માટે જાેખમ ઊભું કરી રહ્યાં છે. આ જાેખમી કણો મુખ્યત્વે વાહનો અને ઔદ્યોગિક ઉત્સર્જનમાંથી ઉત્પન્ન થાય છે. દર વર્ષે, રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણને કારણે લગભગ ૧૨,૦૦૦ મૃત્યુ નોંધાય છે, જે વાયુ પ્રદુષણને કારણે થતાં કુલ મૃત્યુના ૧૧.૫ ટકા છે.

રાજસ્થાનનું બાડમેર, સ્મોલ સાઈઝ સિટીમાં સૌથી વધુ વાયુ પ્રદુષિત નોંધાયું છે. જ્યાં હવા ગુણવત્તા સૂચકઆંકમાં પ્રદૂષણનું સ્તર ૨૬૯ પર પહોંચી ગયું છે. એ પછી બિહારનું ભાગલપુર અને રાજસ્થાનના બિકાનેર બીજા અને ત્રીજા સ્થાન પર છે. અલબત્ત, વરસાદ બાદ દેશના ઘણા શહેરોમાં વાયુ પ્રદુષણ આંકમાં ઘણો સુધારો જાેવા મળ્યો છે. આંકડા પણ પુષ્ટિ કરે છે કે ગઈકાલથી દેશમાં સ્વચ્છ હવા ધરાવતા શહેરોની સંખ્યામાં ૧૩ ટકાનો વધારો થયો છે, અને આ શહેરોની સંખ્યા વધીને ૧૦૪ થઈ ગઈ છે. વરસાદ બાદ ‌ દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૭ પોઈન્ટ ઘટીને ૬૧ પર આવી ગયો છે. આ વર્ષમાં ત્રીજી જ વખત છે જ્યારે દિલ્હીની હવા આટલી સ્વચ્છ બની છે. તેવી જ રીતે હરિયાણાનું ફરીદાબાદ વાયુ પ્રદુષિત શહેર ગણાય છે. પરંતુ ત્યાં પણ પ્રદૂષણમાં ૬૯ પોઈન્ટનો ભારે ઘટાડો નોંધાયો છે.

તાજેતરમાં લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારતના ૧૦ શહેરો અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસીમાં વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લગભગ ૩૩,૦૦૦ મૃત્યુ થાય છે, જે ઉૐર્ંની માર્ગદર્શિકા કરતાં વધુ છે. અહીંની હવા ભારતની રાષ્ટ્રીય સ્વચ્છ હવા મર્યાદાથી નીચે છે. ભારતના સ્વચ્છ હવાના ધોરણો હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ૧૫ માઈક્રોગ્રામ હવાના ક્યુબિક મીટરની માર્ગદર્શિકાથી ઘણા ઉપર છે. અહેવાલમાં જણાવાયું છે કે પ્રદૂષિત હવાના જાેખમોથી નાગરિકોને બચાવવા માટે ભારતે ઓછામાં ઓછા ડબ્લ્યુએચઓ માર્ગદર્શિકાને અનુસરવા પર લક્ષ્ય રાખવું અનિવાર્ય થઈ પડ્યું છે.અભ્યાસ સમયગાળામાં વર્ષે ૧૧.૫ ટકાના દરે ૧૨,૦૦૦ મૃત્યુ સાથે વાયુ પ્રદૂષણથી સંબંધિત સૌથી વધુ મૃત્યુ દિલ્હીમાં નોંધાયા હતા. વારાણસી પણ આ મામલે અગ્રેસર છે. વાયુ પ્રદૂષણનું સૌથી નીચું સ્તર શિમલામાં નોંધાયું હતું. ૧૯૮૮થી સર્જરી કરી રહેલા દિલ્હી સ્થિત સર્જન ડૉ અરવિંદ કુમાર કહે છે કે મને એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે ભારતની વાયુ પ્રદૂષણની સમસ્યાને હવે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવી જાેઈએ. વર્ષોથી, મેં દર્દીઓના ફેફસાં ગુલાબીથી કાળામાં બદલાતા જાેયા છે.

હવે એ સમજીને પાલન કરવાનો હાઈ ટાઈમ આવી ગયો છે જે આપણાં ઋષિઓ કહી ગયા છે,

वात विश्वकर्मा विश्वात्मा विश्वरूपः प्रजापतिः।

स्रष्टा धाता विभुर्विष्णुः संहर्ता मृत्युरन्तकः॥तद्दुष्टौ प्रयत्नेन यतितव्यमतः सदा॥

અર્થાત, વાયુ વિશ્વકર્મા છે, વિશ્વનો આત્મા છે, વિશ્વરૂપ છે, પ્રજાનો સ્વામી છે, સર્જક છે, પાલનહાર છે, સર્વવ્યાપી છે, ક્લ્યાણ કરનાર તેમજ સંહાર કરનાર છે. તેથી, આપણે સદા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જાેઈએ કે વાયુ ક્યારેય પ્રદૂષિત ન થાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution