દિલ્હી-
રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા, શિબૂ સોરેન, દિગ્વિજય સહિત 61થી વધુ નેતાઓ આજે સદનની ચેમ્બરમાં શપથ લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રથમ વખત હશે જ્યારે આંતર સત્રના સમયગાળા દરમિયાન સભ્યો કોવિડ-19 મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટેનસિંગનું પાલન સાથે રાજ્યસભાના અધ્યક્ષની ચેમ્બરમાં શપથ ગ્રહણ લીધા હતા.
રાજ્યસભાની તાજેતરની ચૂંટણીમાં 20 રાજ્યોમાંથી 61 સભ્યો ચૂંટાયા છે. શપથ ગ્રહણ સામાન્ય રીતે સત્ર દરમિયાન થાય છે અથવા જ્યારે સંસદ સત્ર ન હોય ત્યારે રાજ્યસભાના અધ્યક્ષની ચેમ્બરમાં થાય છે.
રાજ્યસભા માટે હાલમાં ચૂંટણીમાં 20 રાજ્યોમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા, શિબૂ સોરેન, દિગ્વિજય સહિત 61 સભ્યો ચૂંટાયા હતા. જે આજે (બુધવારે) શપથ ગ્રહણ કર્યા છે. આ સભ્યો સદનની ચેમ્બરમાં શપથ લીધા હતા. આ 61માંથી 43 સભ્ય પહેલી વખત રાજ્યસભા પહોંચ્યા હતા. જેનાથી કોવિડ-19ને લઈ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું