ગુજરાતી ફિલ્મની આશરે ૬.૬૫ કરોડની ઐતિહાસિક કમાણી

ગુજરાતી દર્શકોએ જેવો પ્રતિસાદ ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મને આપ્યો હતો, ના કરતાં પણ સારો પ્રતિસાદ ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મને મળી રહ્યો છે. જય બોડાસ અને પાજ્ઞથ ત્રિવેદીએ ડિરેક્ટ કરેલી તેમજ યશ સોની, મિત્ર ગઢવી અને એશા કંસારા જેમાં મુખ્ય રોલમાં છે એવી આ ફિલ્મ હાલ સફળતાપૂર્વક થિએટરમાં ચાલી રહી છે. તેમાં અમિતાભ બચ્ચન, દર્શન જરિવાલા અને આરતી પટેલ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા અઠવાડિયે જ ૫ કરોડની કમાણી કરી લીધી હતી. બીજા અઠવાડિયા દરમિયાન અને વીકેન્ડમાં પણ આ પારીવારિક ફિલ્મને દર્શકોએ સારો સાથ આપ્યો છે. બીજા વીકેન્ડમાં ફિલ્મે ૧.૬૦ કરોડની કમાણી કરી છે, તેની સાથે દસ દિવસ બાદ ફિલ્મ ૬.૬૫ કરોડે પહોંચી ગઈ છે. હાલ જાે હિન્દી ફિલ્મોની વાત આવે તો ત્રણ અઠવાડિયાથી ‘સ્ત્રી ૨’ થિએટરમાં ચાલી રહી છે, તે સિવાય કોઈ સારી ગુજરાતી ફિલ્મ છેલ્લાં થોડાં દિવસોમાં હજુ રિલીઝ થઈ નથી, તેથી આ અઠવાડિયા દરમિયાન પણ આ ફિલ્મ પાસે ધીમી પણ સ્થિર ગતિએ કમાણી કરવાની તક છે. જાે હજુ બે અઠવાડિયા સુધી આ ફિલ્મ ધીમી ગતિએ થિએટરમાં ચાલે અને વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીનો લાભ મળે તો સરળતાથી ૮ થી ૧૦ કરોડ સુધી પહોંચી જવાની શક્યતા છે. મોટા ભાગની ગુજરાતી ફિલ્મો હાલ ઓટીટી રિલીઝ પર આધારીત થઈ ગઈ છે. તેમની મોટા ભાગની આવક ટેલિવિઝન અને ઓટીટી રાઇટ્‌સ પરથી જ થતી હોય છે. ત્યારે કોઈ ફિલ્મ થિએટર રિલીઝમાંથી ૪-૫ કરોડની પણ આવક કરે તો એ કોઈ નાની વાત નથી. જાેકે, જે લોકો આ ફિલ્મ જાેઈ ચૂક્યા છે તેમના મતે એક ગંભીર મુદ્દાને અને સામાજિક પ્રશ્નને કોમેડીમાંથી ધીરે ધીરે કટાક્ષ અને છેલ્લે સ્પષ્ટ મેસેજ સાથે રજૂ કરીને ઓડિયન્સને પ્રભાવિત કરી દીધું છે. તેથી લોકોને કોમેડી સાથે કટાક્ષ કરતી એક સારી ફિલ્મ જાેવા મળી રહી છે. જેને કારણે હજુ આ સપ્તાહ દરમિયાન પણ ફિલ્મ ચાલશે, તેવો મત નિષ્ણાતો રજૂ કરી રહ્યાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution