પાકિસ્તાન-
પાકિસ્તાન પંજાબના સિંધુ હાઇવે પર એક પેસેન્જર બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 27થી વધુ લોકો માર્યા ગયાં છે અને 40થી વધુ ઇજાગ્રસ્ત થયાં છે.સ્થાનિક અખબાર ડોન દ્વારા એક પોલીસ અધિકારીના હવાલાથી આમ જણાવાયું છે. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી અને પંજાબના ડેરા ગાઝીખાન વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારના કમિશનર ડૉ. ઇર્શાદ અહેમદે પુષ્ટિ કરી હતી કે આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 29 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તરત જ બચાવ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયાં હતાં અને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. પાકિસ્તાન પંજાબના સિંધુ હાઇવે પર આજે એક પેસેન્જર બસ ટ્રક સાથે ટકરાતાં 27થી વધુ લોકો માર્યા ગયાં હતાં અને 40થી વધુ ઇજાગ્રસ્ત થયાં હતાં તેમ સ્થાનિક અખબાર ડોને પોલીસ અધિકારીના હવાલાથી જણાવ્યું છે. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી અને પંજાબના ડેરા ગાઝીખાન વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો.