૨૦૦થી વધુ રિપબ્લિકન્સ કમલા હેરિસનાં સમર્થનમાં ઉતરતાં ડૉનાલ્ડ ટ્રમ્પને ઝટકો


વોશિગ્ટન:ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાના અભિયાનને આકરો ઝાટકી આપીને ૨૦૦થી વધુ રિપલ્બિકન્સ હોદ્દેદારો કમલા હેરિસને સમર્થન આપવાનો ર્નિણય કર્યાે છે. આ ૨૦૦થી વધુ રિપબ્લિકન્સ એવા છે, જે ટ્રમ્પની પાર્ટીના છે, અને ભૂતકાળમાં પૂર્વ રાષ્ટ્રપતિ જાેર્જ ડબ્લ્યુ બુશ(પ્રથમ) માટે કામ કરી ચુક્યા છે. આ તમામે પોતાની પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને બદલે હરિફ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના પદના ઉમેદવાર કમલા હેરિસને ચૂંટણીમાં સમર્થન આપ્યું છે. રિપબ્લિકિન અધિકારીઓના સમૂહે ટ્રમ્પના નેતૃત્વને અરાજક ગણાવીને ચેતવણી આપી કે તેમને(ટ્રમ્પ) ફરીથી ચૂંટવા એ આપણા દેશ માટે એક આફત હશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટિક ઉમેદવાર માટે રિપબ્લિકન અધિકારીઓનું સમર્થન પાંચમી નવેમ્બરે યોજનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના ૬૮ દિવસ પહેલા આવ્યું છે. આ સમર્થન દર્શાવે છે કે, કમલા હેરિસની લોકપ્રિયતા નિરંતર વધી રહી છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ પ્રમાણે રિપબ્લિકન અધિકારીઓના એક સમૂહે એક ખુલ્લો પત્ર જાહેર કરીને ઉદારવાદી રિપબ્લિકન અને રૂઢીવાદી તટસ્થ લોકોને કમલા હેરિસનું સમર્થન કરવા વિનંતી કરી છે. આ પત્રમાં ૨૪૦ રિપબ્લિકિન અધિકારી(ટ્રમ્પની પાર્ટીના)ની સહી છે. આ પરિસ્થિતિમાં જાે કમલા હેરિસ ચૂંટણીમાં જીત મેળવે છે, તો હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની જશે. કમલા હેરિસે હવે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન(ડીએનસી)માં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદ માટેની યોગ્યતા હાંસલ કરી લીધી છે, જે ૧૯થી ૨૨ ઓગષ્ટ સુધી આયોજીત કરાયું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution