અમેરિકામાં કોરોનાના કેસ ૨૧ લાખથી વધુ ફરીથી પ્રતિબંધ લાગવાની શક્યતા

વોશિંગ્ટન,તા.૧૩

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૭૭ લાખ ૩૨ હજાર ૯૫૨ કેસ નોંધાયા છે. જેમાં ૪.૨૮ લાખ લોકોના મોત થયા છે. ૩૯ લાખ ૫૬ હજાર ૨૯૯ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.. અમેરિકામાં કેસોની સંખ્યા ૨૧ લાખ ૧૭ હજાર થઇ ગઇ છે અને એક અશ્વેતની પોલીસ દ્વારા હત્યાના પગલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે કોરોના સંક્રમિતેની સંખ્યા વધી રહી હોવાનું પણ બહાર આવ્યું છે. તો બીજી તરફ કોરોના મૃત્યુઆંકની દ્રÂષ્ટએ બ્રાઝીલ હવે બ્રિટનથી આગળ નિકળી ગયું છે.,બ્રાઝિલમાં ૪૧,૯૦૧ લોકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, બ્રાઝીલમાં ૮ લાખ ૨૯ હજાર ૯૦૨ કેસ નોંધાયા છે અને ૪૧ હજાર ૯૦૧ લોકોના મોત થયા છે. બ્રિટનમાં ૪૧ હજાર ૪૮૧ લોકોના મોત થયા છે અને ૨ લાખ ૯૨ હજાર ૯૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. મોતની બાબતમાં વિશ્વમાં અમેરિકા પછી બ્રાઝીલ બીજા નંબરે આવી ગયું છે. શુક્રવારે અહીં ૮૪૩ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૨૧ લાખ ૧૭ હજાર કેસ નોંધાયા છે. જેમા ૧ લાખ ૧૬ હજાર ૮૨૫ લોકોના મોત થયા છે. ૮.૪૨ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં શુક્રવારે ૯૬૧૮ કેસ નોંધાયા છે અને ૩૦૮ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થયેલા પ્રદર્શનના કારણે અમેરિકામાં સંક્રમણનું જાખમ વધ્યું છે. જા કે તરફથી આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

અમેરિકામાં કેસ વધતા ફરી પ્રતિબંધો લાગી શકે છે. હેલ્થ મંત્રાલયના અધિકારી જે બટલરે શુક્રવારે કÌšં કે જા કોરોનાના કેસ આવી રીતે જ વધતા રહ્યા તો તેને રોકવા માટે એ ઉપાય કરવા પડશે જે માર્ચમાં કર્યા હતા. હજુ અમે હજું કોઈ પરીણામ ઉપર પહોંચ્યા નથી, પરંતુ વિકલ્પ ખુલ્લા છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution