દિલ્હી અને નોઈડા સહિત NCR ૧૦૦થી વધુ શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી

નવી દિલ્હી

રાજધાની દિલ્હી અને નોઈડા સહિત દ્ગઝ્રઇની ૧૦૦ થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. આ શાળાઓમાં ડીપીએસ, મધર મેરી અને એમીટી સહિત ઘણી જાણીતી શાળાઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમેલ સવારે આવ્યો હતો. શાળાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પોલીસે તાત્કાલિક તમામ શાળાઓના કેમ્પસને ખાલી કરાવ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તે જ સમયે, સ્કૂલ મેનેજમેન્ટે આ વિશે વાલીઓને જાણ કરતો સંદેશ મોકલ્યો અને બાળકોને ઘરે લઈ જવા વિનંતી કરી. જે બાદ વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. તેઓ બાળકોને ઘરે લઈ જવા શાળાએ પહોંચવા લાગ્યા. દિલ્હીની કેટલીક શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. આ ધમકીઓ પર કાર્યવાહી કરતા, દિલ્હી પોલીસે પ્રોટોકોલ મુજબ આવી તમામ શાળાઓની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. જાે કે, હજુ સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. એવું લાગે છે કે આ કોલ્સ નકલી છે. દિલ્હી પોલીસે લોકોને ગભરાશો નહીં અને શાંતિ જાળવવા વિનંતી કરી છે.દિલ્હી ફાયર સર્વિસીસના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, “અમને શાળાઓમાં બોમ્બની ધમકી અંગેના કોલ મળ્યા હતા. અમે તરત જ ફાયર ટેન્ડરો મોકલ્યા હતા અને કેટલીક શાળાઓમાંથી ફાયર ટેન્ડર પરત આવવા લાગ્યા છે કારણ કે કંઈ મળ્યું નથી. મને લાગે છે કે તમામ કોલ્સ નકલી હશે. દિલ્હીના દ્વારકામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ,મધર મેરી સ્કૂલ, પૂર્વ દિલ્હીમાં મયૂર વિહાર, પુષ્પ વિહાર સ્થિત સંસ્કૃતિ સ્કૂલ અને એમિટી સ્કૂલને પણ ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત છાવલાના સેન્ટ થોમસ, સરિતા વિહારના જીડી ગોએન્કા, બાબા હરિદાસ નગરની એવરગ્રીન પબ્લિક સ્કૂલ અને દ્વારકાની સચદેવા ગ્લોબલ સ્કૂલને પણ ધમકીઓ મળી છે. દિલ્હી ઉપરાંત નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ શાળાઓ સિવાય દિલ્હી એનસીઆરની ઘણી શાળાઓને પણ ધમકી આપવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકીઓ મળી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ગઈકાલથી અનેક જગ્યાએ ઈમેલ મોકલવામાં આવ્યા છે. અને તે સમાન પેટર્ન પર હોવાનું જણાય છે. આ ઈમેલમાં કોઈ ડેટલાઈન નથી. એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે.ડીસીપી સાઉથ વેસ્ટ રોહિત મીનાએ કહ્યું, ‘અમને માહિતી મળી હતી કે સવારે લગભગ ૪.૧૫ વાગ્યે ઘણી શાળાઓને સમાન ઈમેલ મોકલવામાં આવ્યો હતો. અમે કાર્યવાહી કરી અને શાળાઓ બંધ કરવાનો ર્નિણય લીધો. વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution