અદાણી પોર્ટ પાસેથી ૧૦૦ હેક્ટરથી વધુ જમીન પરત લઈ નવીનાળ ગામને અપાશે

અમદાવાદ વર્ષ ૨૦૧૧માં ગુજરાત હાઇકોર્ટમાં કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના ૧૨ જેટલા અરજદારોએ જાહેર હીતની અરજી કરી હતી. જેમાં ગામની ગૌચરની જમીન વર્ષ ૨૦૦૫માં અદાણી મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને આપી દેવામાં આવી હોવાથી ગામમાં કોઈ ગૌચર જમીન બચી નથી. તેથી તે ગૌચર જમીન માટે અરજદારોએ અરજી કરી હતી. ત્યારબાદ અલગ અલગ સુનાવણીઓમાં કેન્દ્ર સરકારે પણ કમિટીની રચના કરી હતી. સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન અંતર્ગતના ઉદ્યોગો જંગલ, વન્યજીવન, મેંગૃવ વગેરે અસર કરે છે કે કેમ? તે પણ જાેવામાં આવ્યું હતું. હાઇકોર્ટે પણ નોંધ્યું હતું કે કચ્છ જેવો વિસ્તાર જે ગરમ પ્રદેશ છે, ત્યાં ઢોરને બચાવવા ગૌચર જમીનની જરૂર છે. હાઇકોર્ટમાં અરજી થતા શરૂઆતમાં સરકારે જીઈઢ માં આવતા ગામના લોકોને પૂરતી ગૌચર જમીન આપવા બાહેધરી આપી હતી. પરંતુ ત્યારબાદ ખૂબ ઓછી જમીન આપી શકાય તેમ જણાવ્યું હતું અને હાઇકોર્ટનો ઓર્ડર પાળી શકાય તેમ નથી તેમ જણાવ્યું હતું. સરકારે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી, તો મેટર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે મેરીટના આધારે હાઈકોર્ટને ર્નિણય લેવા જણાવ્યું હતું. મુન્દ્રા પોર્ટને નવીનાળ ગામની આશરે ૨૭૬ એકર જેટલી જમીન સરકારે આપી હતી. જ્યારે ગામના પ્રાણીઓને જાેતા ૩૧૦ એકર ગૌચર જમીનની જરૂર છે. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ સરકારે જણાવ્યું હતું કે સમયાંતરે નવીનાળ ગામમાં ૭૦૦ થી વધુ પ્રાણીઓ છે. કુલ ૧૨૯ હેક્ટર જેટલી જમીન ગ્રામ વાસીઓને મળી શકે તેમ છે. જે સંદર્ભે કોર્ટે રેવન્યુ વિભાગના સેક્રેટરી અને કલેક્ટર સહિતની એફિડેવિટ માગી હતી. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આ ૧૨૯ હેક્ટર જમીનમાં જંગલની જમીન નહીં હોય. કોર્ટે નોંધ્યું હતું કે ગૌચરની જમીન એ લોકોના ઉપયોગની જમીન છે.સરકારે જે ગૌચર જમીન આપવા પ્રસ્તાવ મૂક્યો હતો તેમાં સરકારી જમીન અને મોટાભાગની જમીન ગામથી સાત થી આઠ કિલોમીટર દૂર હોવાથી હાઇકોર્ટે તેમની દરખાસ્ત ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું કચ્છના ભૌગોલિક વિસ્તાર અને તાપમાનને જાેતા પશુઓને લઈને ૦૭ થી ૦૮ કિલોમીટર દૂર જવું તે અશક્ય છે. ગૌચર જમીન કોઈને આપી શકાય નહીં તેવી ટીપ્પણી હાઇકોર્ટે કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સરકારી પોલીસી લોકોના ભલા માટે હોય ! હાઇકોર્ટે અદાણી પાસેથી જમીન લઈને ગ્રામજનોને પાછી આપવા સખત વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે સરકારી વકીલે અદાણીના વકીલ બનવાની જરૂર નથી.સરકારે ઠરાવ કર્યો હતો કે ગામ અને સરકાર ઉપરાંત ગૌચરની પૂરતી જમીન અદાણી પાસેથી લઈને ગામને આપવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે જમીન કાગળ ઉપર નહીં પરંતુ ખરેખરમાં પરત આપવામાં આવે એ માટે પગલા લેવા પણ નિર્દેશ આપ્યા હતા. અદાણી તરફે વકીલે કોર્ટના હુકમનો વિરોધ કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૫ માં તેમને રૂપિયા આપીને આ જમીન મેળવી હતી. ત્યારે જાે સરકારે આ જમીન મેળવવી હોય તો તેનું સંપાદન કરવું પડે. કારણ કે ત્યાં કોપર ફેક્ટરી લાગી ચૂકી છે. જાેકે હાઇકોર્ટે અદાણીના વકીલને દાદ ન આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૦૫માં જે સરકારે ર્નિણય લીધો હતો તે ખોટો હતો હવે તેને સુધારવામાં આવી રહ્યો છે. સરકારના ઠરાવને ચેલેન્જ કરવા જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution