મોરબી-
સામાન્ય રીતે ચુંટણીમાં ટિકિટ ન મળે એટલે આગેવાનો દ્વારા અપક્ષમાથી ઉમેદવારી કરવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબીમાં ભાજપની ટિકિટ ન મળતા ભાજપના આગેવાન દ્વારા અપક્ષમાં ઉમેદવારી કરવામાં આવી છે. જેથી કરીને જીલ્લા ભાજપના પ્રમુખ દ્વારા મહેન્દ્રનગર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારનાર મહિલા આગેવાન અને તેના પતિને ભાજપમાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છેમોરબીના મહેન્દ્રનગર ગામના ભાજપ અગ્રણી અશ્વિનભાઈ બોપાલિયા તથા શારદાબેન બોપાલિયાને ભાજપમાથી ટીકીટ મળી ન હતી જેથી કરીને મહેન્દ્રનગર જિલ્લા પંચાયત બેઠક પર શારદાબેન બોપાલિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ બન્નેને પક્ષમાથી સસ્પેન્ડ કરેલ છે.