અમદાવાદ-
ટંકારા કોર્ટમાં આજથી હાર્દિક પટેલ, લલીતભાઈ વસોયા, લલીતભાઈ કગથરા સહિત 30 વ્યક્તિ સામેનો કોર્ટ કેસ ચાલવાનો હતો. ટંકારામાં વર્ષ 2017 માં જાહેરનામાનો ભંગ કરી સાર્વજનિક સ્થળે સભા યોજવાના ગુન્હો ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર 303 થી નોંધાયો હતો. આ અંગેનું ચાર્જશીટ તારીખ 1/ 7 /2018 રોજના રજૂ કરાયેલ. તારીખ 6/ 8 /2018 ના રોજ આ કેસની પ્રથમ મુદત હતી.
આ કેસમાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા ,હાર્દિક પટેલ, કિશોરભાઈ ચીખલિયા ,રેશ્માબેન કનેરિયા ગીતાબેન પટેલ સહિત 34 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. આ કેસના બે આરોપીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે બે આરોપીઓએ આરોપ સ્વીકારી દંડ ભરી દીધેલ છે. ત્યારે બાકીના 30 લોકો સામેના કેસની આજે સુનાવણી હતી.
તેવામાં આ મામલે લલિત વસોયા અને લલિત કગથરાને મોટી રાહત આપી છે. હાઈકોર્ટની સૂચનાને પગલે ટંકારા કોર્ટે કાર્યવાહી કરી હતી. સરકારે આખરે 2017 સમયનો કેસ પરત ખેંચ્યો હતો. જેથી ટંકારા કોર્ટે કોંગ્રેસના MLA લલિત વસોયા, લલિત કગથરા જેવા અનેક નેતાઓની હાજરી પુરી રવાના કરી દેવામાં આવ્યા છે.
સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા હતા. કાગળો કોર્ટમાં રજૂ કરતા હવે આ કેસ ડ્રોપ થયો છે અને હવે આ લોકો પર કોઈ કેસ આ મામલે નહીં ચાલે. જો કે આ જે હાઈકોર્ટની સૂચનાને પહલે ટંકારા કોર્ટમાં કોંગ્રેસના નેતા લલિત વસોયા અને લલિત કગથરા, હાર્દિક પટેલ જેવા નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમની સાથે કોર્ટ પરીસરમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ એકત્ર થયા હતા.