નવલા નોરતામાં ગિરનારની ટોચ પર મોરારીબાપુ રામકથા યોજાશે, ગિરનાર રામ નામથી ગુંજશે

રાજકોટ-

ગિરનાર ઉપર પ્રથમ કથા યોજાવા જઈ રહી છે. મોરારીબાપુ દ્વારા ગિરનાર પર્વત પર સૌપ્રથમ વખત કથા કરવામાં આવી રહ્યા છે અગાઉ હિમાલય પર કૈલાસ માનસરોવર, નીલગીરી પર્વત પર ભૂં સંડી સરોવર, બર્ફાની બાબા અમરનાથ તેમજ ચારધામ બદ્રીનાથ કેદારનાથ યમુનોત્રી અને ગંગોત્રી જેવા પવિત્ર સ્થળોએ તેમજ તુલસીશ્યામ અને ૨૦૦ પગથીયા પર આવેલ મારુ ના ચરણોમાં પણ મોરારીબાપુ દ્વારા કથા ગાન કરવામાં આવેલ છે.

ગિરનાર પર્વત પર અંબાજીની ટૂક પછી ગોરખનાથનો શિખર આવે છે ત્યાંથી નીચે ઉતરી દત્તાત્રેય ટુંક તરફ જતાં માર્ગ પર' કમંડલ કુંડ' અને સુપ્રસિદ્ધ સ્થળ પર દત્તાત્રેય ભગવાન નો ધુણો છે તેમજ ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ પણ અવિરત અન ક્ષેત્ર કાર્યરત છે કેવી આ સુપ્રસિદ્ધ કમંડળ કુંડ ની જગ્યા પર મોરારીબાપુ દ્વારા સૌપ્રથમવાર રામકથાનું ગાન નવરાત્રિના પવિત્ર દિવસોમાં કરવામાં આવશે. 

આગામી તારીખ ૧૭ ઓક્ટોબર ના પ્રથમ નોરતાથી ૨૫ ઓક્ટોબર ના દશેરા સુધી યોજાનારી મોરારિબાપુની રામકથા માં કોરોનાવાયરસ ને લઇ સરકારી નિયમોનો ચુસ્ત પાલન પણ કરવામાં આવશે તેમજ તેને અનુલક્ષીને જ મોરારિબાપુ સાથે વાદ્ય કારો અને ટેકનિશિયનો નો જ રામકથામાં સમાવેશ કરવામાં આવ્યો છે તો શ્રોતાઓ વગરની મોરારીબાપુ ની છઠ્ઠી રામકથા નો દેશભરના ભાવિકોને લાભ મળે તે માટે યુટ્યુબ પરથી તેમજ આસ્થા ચેનલ ના માધ્યમ થી લાઈવ પ્રસારણ નું પણ આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પૂનમ ના નરસિંહ મહેતા એવોર્ડ સમારોહ દિવસો તેમજ મહા શિવરાત્રી ના દિવસો દરમ્યાન પધારતા મોરારીબાપુ ગિરનાર ક્ષેત્રની અચૂક મુલાકાત લે છે જ્યારે આ વર્ષે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જ કમંડળ કુંડની ટૂંક પર મોરારીબાપુ માં અંબાની આરાધના ઉપરાંત રામકથા ના આયોજન ને લઇ ભાવિકોને કથાનો બેવડો લાભ મળશે. ક્રમાનુસાર મોરારીબાપુની ૮૪૯ ની કથા તારીખ ૧૭ ઓક્ટોબર ના યોજાશે. 

ગિરનાર ની ટૂંક પર યોજાનારી મોરારિબાપુની રામકથા ને લઇ અંબાજી મંદિરના મહંત તેમજ મોટા પીર બાવા તન સુખ ગીરી બાપુ તથા નાના પીર બાવા ગણપત ગીરીબાપુ ઉપરાંત ગિરનાર ક્ષેત્ર ના સંતો મહંતો માં પણ મોરારી બાપુની કથાને લઈ અનેરો ઉત્સાહ છવાયો છે નવરાત્રીના પાવન દિવસોમાં મા જગદંબાની આરાધના ઉપરાંત પ્રભુ શ્રીરામ ને કમંડળ કુંડ ખાતે થનાર આરાધનાને લઈ ગિરનાર પર્વત પરથી 'જય માતાજી' તથા 'જયશ્રીરામ' નો ગુંજારવ દેશભરમાં ગુંજી ઉઠશે. નવરાત્રિના પ્રથમ દિવસે જ તારીખ ૧૭ ઓક્ટોબરથી ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ની પ્રસિદ્ધ પવિત્ર જગ્યા ખાતે મોરારીબાપુ દ્વારા સૌપ્રથમ વખત યોજાનાર રામકથાને લઈ ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના પ્રદિપભાઇ ખીમાણી સહિતના સભ્યો એ આવકાર સાથે જણાવ્યું હતું અંબાજીની ટૂક પછી ગોરખનાથનું શીખર આવે છે ત્યાંથી નીચે ઉતરી દત્તાત્રેય ટુંક તરફ જતા સુપ્રસિદ્ધ કમંડળ કુંડ ની જગ્યા આવે છે ત્યાં કે દત્તાત્રેય ભગવાન નો ધુણો જ્યાં છે તેમજ ફૂટની ઊંચાઈએ અવિરત ચાલતા અન્નક્ષેત્ર એવી સુપ્રસિદ્ધ જગ્યામાં જ મોરારીબાપુના રામ કથાના આયોજનનો લહાવો અનોખો જ રહેશે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution