સીબીઆઈની ખોટી ઓળખ આપી પૈસા પડાવનારા ઝડપાયા

અમદાવાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વખત ડિજિટલ અરેસ્ટના ગુનાનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ સીબીઆઈની ખોટી ઓળખ આપી ફરિયાદીને તમારું નામ ગુનામાં ખૂલ્યું છે કહીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા શખ્સોના નામ રમેશ હરજીભાઇ નાકરાણી, વિવેક ચંદ્રકાંતભાઇ ઉનડકટ, વિવેક કરશનભાઇ કોલડીયા અને બળદેવભાઇ બાબુભાઈ સતાણી છે. આ આરોપીઓ સામાન્ય નાગરીકોના મોબાઈલ નંબર અને આધાર કાર્ડ સહિતના ડેટા ઓનલાઇન મેળવી ફોન કરી કહેતા હતા કે તેવો સાયબર ક્રાઇમ,  કસ્ટમ ,સીબીઆઈ જેવી સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ છે. વાતચીત કરી ફરિયાદીને કહેતા કે તમારા નામે બેંકમાં ઘણા બધા એકાઉન્ટ ખુલેલ છે અને તે ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, જેવા કામ થાય છે તેવુ જણાવી ભોગ બનનારને ડરાવી પમકાવી જીાઅॅી ઉપર વિડિયો કોલ કરી ડિઝીટલ એરેસ્ટ કરી ધમકીઓ આપી અને આવા કેસ માંથી બચવા માટે થી ભોગ બનનાર પાસેથી ૪૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે સાયબર ક્રાઇબ્રાન્ચે ફરિયાદી ની ફરિયાદ લઇ ને તપાસ કરી હતી. જેમાં આ આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ કરી.ગઇ તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદી નોંધવી હતી કે આરોપીઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંયના જુદા જુદા ઉચ્ચ પોલીસ અધિકારી બોલતા હોવાની ઓળખ આપી. ફરીયાદીને તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી મુંબઇના મહંમદ ઇકબાલ નવાબ મલીકે ૨૪ જેટલા બેંક ખાતા ખોલી તેમા ઇલીગલ ટ્રાન્જેકશન કરેલ છે. બેંક ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગના પૈસા આવેલ છે અને તેનો તેમની સામે ચાર્જ લાગે તેમ છે તેમજ આ ગુનામાં દસ વર્ષથી લઇ આજીવન કેદ સુધીની સજાની જાેગવાઇ છે અને જાે તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને પકડી એરેસ્ટ કરી લેશે તેવા પ્રકારની ધમકી આપી બાદમાં મુંબઇ સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓના નામે જુદી જુદી તારીખોએ વાતચીત કરાવી બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફીકેશન માટે મોકલી આપવા માટે બળજબીરીથી જણાવી તેમજ ફરીયાદી જે પૈસા ભરશે તે એન્ટી મનીલોડેરીંગ ડીપાર્ટમેન્ટ વેરીફાઇ કરીલે પછી તરત જ ૧૫ મિનિટમાં પરત મળી જશે તેવી ખોટી માહીતી આપીને જુદી જુદી તારીખે કુલ રૂપિયા ૪૧,૨૫,૬૨૭/- બળજબરીથી ગંભીર ગુનામાં પકડી લેવાની ધમકી આપી આરોપીઓએ એ પોતાના બેન્ક એકાઉન્ટ્‌ માં ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઈમ બ્રાન્ચે જે નંબર થી કોલ આવ્યો હતો તે અંગેની તપાસ શરૂ કરી હતી જેમાં આ ચારેય આરોપીઓ ના નામ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ એ ફરિયાદી ને મુંબઇ પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ના નામનુ બનાવટી આઇ.કાર્ડ સી.બી.આઇ નો લોગો લગાવેલુ અને આર.બી.આઇ ના સીક્કા વાળુ બનાવટી સર્ટી મોકલી પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી ને કેસમાં ફસાવી દેવા ની ધમકી આપી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ ના ડીસીપીએ અપીલ કરી છે કે જાે લોકોને આ પ્રકારના કોલ આવતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અથવા સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરો કેમ કે સીબીઆઇ આ પ્રકારે કોઈને પણ કોલ કરીને વિગતો મેળવતી હોતી નથી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution