ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહનચરણ માઝી આજે શપથ લેશે

ઓડિશા:ઓડિશાનાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તે બીજેપીએ નક્કી કરી દીધું છે. મોહન માજીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. સીએમની નિમણૂંક માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવને પર્યવેક્ષ નિમવામાં આવ્યા હતા. પ્રભાતી પ્રવિદા અને કેવી સિંહને ઓડિશાનાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

મોહન ચરણ માજી ઓડિશાનાં ૧૫માં મુખ્યમંત્રી ચૂંટાયા છે. તેઓ રાજ્યમાં પ્રથમ વખત બીજેપી સરકારનું નેતૃત્વ કરશે. તેઓ ૨૦૧૯માં ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ક્યોંઘર વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે વર્ષ ૨૦૦૦થી ૨૦૦૯ દરમિયાન બે વખત ક્યોંઘરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ઓડિશાની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે ૧૪૭ બેઠકોમાંથી ૭૮ બેઠકો જીતી બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રીની પસંદગી કરવાની કવાયત શરૂ કરી દીધી હતી.

રાજ્ય અને કેન્દ્રના ભાજપ નેતાઓએ નવા મુખ્યમંત્રીની ચર્ચા દિલ્હીમાં ચર્ચા-વિચારણાઓ શરૂ કરી દીધી હતી. જાેકે એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે મુખ્યમંત્રીની રેસમાં ગુજરાત કેડરના આઈએએસ અધિકારીનું નામ સૌથી આગળ હતું.

નવા મુખ્યમંત્રીના ઉમેદવારની રેસમાં પૂર્વ કેગ અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂ અને તેમની સાથેના કેટલાક નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામોની ચર્ચાઓ પણ ચાલી હતી. મીડિયામાં તેમના નામની વ્યાપક ચર્ચાઓ ચાલી હતી.

ગુજરાત કેડરના ૧૯૮૫ બેંચના આઈએસ અધિકારી મુર્મૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના હોવાનું કહેવાય છે. જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે બે કાર્યકાળ સંભાળ્યો હતો, ત્યારે ગિરીશ મુર્મૂએ સેક્રેટરી જનરલ તરીકે કામ કર્યું હતું. જ્યારે અમિત શાહ ગૃહમંત્રી હતા, ત્યારે તેઓ ગૃહ વિભાગના સંયુક્ત સચિવ હતા. ભાજપ આદિવાસીઓનું સમર્થન મેળવવા મુર્મૂને ઓડિશાના મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચાઓ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution