દિલ્હી-
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તાના સાત વર્ષ પૂરા કરવા જઇ રહી છેે અને પ્રથમ વખત એવી સ્થિતિ ઉભી થઇ છે કે આ સાત વર્ષમાં વડાપ્રધાન તરીકેની મોદીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે અને હાલમાં જ સી-વોટરના સાપ્તાહિક સર્વેમાં વડાપ્રધાન તરીકેની મોદીની લોકપ્રિયતા 63 ટકાથી ઘટીને 38 ટકા પર આવી ગઇ છે. જયારે વૈશ્ર્વિક સંગઠન મોર્નીંગ ક્ધસલ્ટન્ટના જણાવ્યા મુજબ તે 33 ટકા થઇ ગઇ છે. દેશમાં નિરાશા અને સંકટની ચિંતા છે. કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને સરકારની મોટી કસોટી થઇ છે અને તેમાં પણ વેકસીનએ રામબાણ ઇલાજ છે તેવુ મનાતુ હતું. પરંતુ વેકસીનેશનમાં પણ સરકાર જે રીતે નિષ્ફળ જઇ રહી છે અને તેથી લોકોનો ગુસ્સો તેના પર હોવાનું મંતવ્ય વ્યકત કર્યુ છે. સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકોને વૈકલ્પિક જવાબ સાથે પ્રશ્ન પૂછાયા હતા.
જેમાં ભારતમાં વડાપ્રધાન પદ માટે સૌથી શ્રેષ્ઠ વ્યકિત કોણ છે તેવુ પૂછાયુ પરંતુ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 64 ટકામાંથી ઘટીને 41 ટકા પર આવી ગયા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે મોદીનો વિકલ્પ કોણ તો તેમાં લોકો પાસે કોઇ સ્પષ્ટ જવાબ નથી અને 18 ટકાએ એવુ કહ્યું કે તેઓ હાલ કહી શકે તેમ નથી કે દેશનું સુકાન મોદીના બદલે કોણ સંભાળી શકે છે. તો બીજી તરફ વિપક્ષ માટે એવુ મંતવ્ય કર્યુ કે તે દેશની પીડા જોઇને ખુશ થાય છે. પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના વિજય બાદ રાષ્ટ્રીય સ્તરે વિકલ્પ તરીકે વિપક્ષો એક થઇને આવશે પરંતુ તેમાં મમતા બેનર્જીની લોકપ્રિયતા ફકત 3 ટકા જેટલી છે. રાહુલ ગાંધીને 11 ટકા લોકો પસંદ કરે છે અને મહાગઠબંધન કે તેમાં વિપક્ષી મોરચામાં લોકો વિશ્વાસ ધરાવતાં નથી. મોદીના વિકલ્પમાં સૌથી મોટી ચિંતા એ છે કે ખુદ આરએસએસ પણ માને છે. કે મોદીનો વિકલ્પ તેમની પાસે નથી. સરકારમાં નં.2 ગણાતા અમિત શાહનું રેટીંગ ઝડપથી ઘટવા લાગ્યું છે. આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી થનાર છે અને તે જ વર્ષમાં પંજાબ, ગોવા, ગુજરાત, મણીપુરમાં પણ ચૂંટણી છે અને 2024માં લોકસભાની ચૂંટણી છે. તે જ સમયમાં મોદીની છબી કેમ સુધારવી તે અંગે ભાજપે આત્મમંથન શરૂ કર્યુ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે અને માને છે કે સરકાર પોતાના કામથી સંતુષ્ટ રહી જે ભૂલો કરી તેના કારણે અત્યાર સુધીમાં રાજકીય મુડી જે ભેગી કરી હતી તે ધોઇ નાંખી છે.