દિલ્હી-
અર્થવ્યવસ્થાના મોરચામાં ઘેરાયેલી મોદી સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આકરા પ્રહાર ચાલુ છે. ગુરુવારે રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાના મુદ્દા પર પોતાનો વીડિયો શ્રેણીનો બીજાે ભાગ જાહેર કર્યો. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ નોટબંધીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી અને તેને ગરીબો વિરુદ્ધનો ર્નિણય બતાવ્યો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી ભારતના ગરીબ-ખેડૂત-મજદૂર પર આક્રમણ હતું. 8 નવેમ્બરની રાતે 8 વાગ્યે પીએમ મોદીએ 500-1000 નોટ બંધ કરી દીધી, ત્યાર બાદ દેશ આખો બેંકની સામે જઇ ઉભો રહી ગયો. રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું તેનાથી કાળુ નાણું ઘટ્યું? શું લોકોને તેનાથી ફાયદો થયો? બંનેનો જવાબ ના છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે નોટબંધીથી માત્રને માત્ર ધનવાનોને ફાયદો થયો, તમારા રૂપિયા ઘરમાંથી નીકાળીને તેનો પ્રયોગ પૈસાદારોનું લોન માફ કરવામાં આવી.
રાહુલ ગાંધીએ કહ્યું કે બીજાે હેતુ હતો તે જમીન પચાવી પાડવાનો હતો. દેશનું અસંગઠિત ક્ષેત્ર રોકડ પર કામ કરે છે, નોટબંધીથી કેસલેસ ઇંડિયા ઇચ્છતા હતા, જાે આવું થશે તો આ ક્ષેત્ર જ પુરુ થઇ જશે. એટલા માટે આ કારણે ખેડૂત, મજદૂર, નાના વેપારીઓને તેનાથી નુકસાન થયું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે નાના વેપારીઓ રોકડ વગર ન જીવી શકે. આપણે નોટબંધીના આ આક્રમણને ઓળખવું પડશે અને દેશની જનતાએ તેના સામે લડવું પડશે.