પશ્ચિમ બંગાળમાં મોદી મેજિક ફેલઃટીએમસીએ જીત હાંસલ કરી

કોલકતા :લોકસભાની ચુંટણીના પરિણામ આજે જાહેર થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામો આવી જશે પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ ૪૨ સીટ આવે છે. વર્ષ-૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ટીએમસી સૌથી વધુ ૨૨ સીટ જીતી હતી. જ્યારે ભાજપે ૧૯ બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસે પણ બે સીટ જીતી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. દેશની તમામ એજન્સીઓએ એક્ઝિટ પોલમાં આ વખતે ભાજપને આગળ તો ટીએમસીને પાછળ ગણાવી હતી. શરૂઆતના ગાળાના ટ્રેન્ડસમાં કાંટાની ટક્કર જાેવા મળી રહી હતી. પરંતુ હવે ટીએમસી ભાજપની ઘણી આગળ નીકળી ગઈ છે. હવે જાેવાનું એ છે કે આ વખતે મોદી મેજિક કામ કરે છે કે નહિ. મમતા દીદી પોતાની ઘટતી બેઠકો બચાવવામાં સફળતા મેળવે છે કે નહિ. સૌની નજર કોંગ્રેસ પર રહે છે. કારણ કે દેશમાં પોતાની સાખ ખોઈ રહેલી કોંગ્રેસ બંગાળમાં પોતાની જમીન બચાવી શકશે કે નહિ.લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં એનડીએ ત્રણસોની નજીક પહોંચી ગયો છે, પરંતુ વિપક્ષી ગઠબંધન પણ બહુમતીથી દૂર નથી. રામ મંદિર અને યોગી ફેક્ટર પણ યુપીમાં ભાજપનું મેદાન બચાવી શક્યા નથી અને રાજ્યમાં ભગવા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. બંગાળમાં પણ ભાજપ પર ટીએમસીનો દબદબો છે. મહારાષ્ટ્રમાં પણ બીજેપીને શિવસેના, યુબીટી અને શરદ પવારની એનસીપીથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.કૃષ્ણનગર સીટ પર ટીએમસી ઉમેદવાર મહુઆ મોઈત્રા ૪૪ હજાર મતોથી આગળ છે. યુસુફ પઠાણ પણ બહેરામપુર સીટ પરથી અધીર રંજન ચૌધરીથી આગળ છે. આસનસોલ બેઠક પરથી ટીએમસીના શત્રુઘ્ન સિંહા આગળ છે.પશ્ચિમ બંગાળના પરિણામો અંગે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ ચૂંટણીઓમાં પાર્ટીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહેશે, પરંતુ વલણો અલગ વાર્તા કહી રહ્યા છે. બંગાળમાં, ભાજપ છેલ્લી લોકસભા ચૂંટણીના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યું નથી અને માત્ર ૧૧ બેઠકો પર આગળ છે. જ્યારે ટીએમસી ૩૦ સીટો પર આગળ છે. રાજ્યમાં કોંગ્રેસ એક બેઠક પર આગળ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution