મોદી હૈ તો મુમકિન હૈઃ આ રાજયમાં પેટ્રોલે સદી વટાવી 103 રૂપિયે લિટર

ભોપાલ-

પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં થયેલા વધારાની અસર સ્થાનિક બજારમાં તેલની કિંમતો પર પડી રહી છે. સ્થિતિ એવી છે કે આ મહિનાનાં છેલ્લા ૫ દિવસમાં પેટ્રોલ ૪ રૂપિયા પ્રતિ લિટરથી વધુ મોંઘું થઈ ગયું છે, જ્યારે ડીઝલ ૫.૧૭ રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઇ ગયુ છે. ગયા મહિને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૬ ગણો વધારો કરવામાં આવ્યો હતો. આજે પેટ્રોલનો દર ફરી એક વખત વધ્યો છે. વળી આજે ડીઝલનો દરમાં પણ ફેરફાર થયો છે.

દિલ્હીમાં ૬ જૂને એટલે કે આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૯૫.૦૩ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૫.૯૫ રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા ૫ જૂને પેટ્રોલની કિંમત રૂપિયા ૯૪.૭૬ અને ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૫.૬૬ રૂપિયા હતી. આપને જણાવી દઈએ કે, ગઈકાલે પેટ્રોલની કિંમતમાં ૨૭ પૈસા અને ડીઝલની કિંમતમાં લિટર દીઠ ૨૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં એટલે કે ૧ જૂનનાં રોજ પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૨૬ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૨૩ પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. વળી, છેલ્લા ૨૦ દિવસમાં ડીઝલ ૫.૧૭ રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ ૪ રૂપિયા મોંઘુ થયું છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ સવારે ૬ વાગ્યે બદલાય છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઇ જાય છે. નવા દર સવારે ૬ વાગ્યાથી લાગુ થશે. જેમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ એકસાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેરીને લગભગ બમણો થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution