દેશમાં એકવાર ફરી મોદી સરકાર,મોદીના નેતૃત્વમાં સતત ત્રીજીવાર એનડીએ સરકાર બનશેઃએકઝીટ પોલનું તારણ

નવીદિલ્હી  :લોકસભા ચુંટણી ૨૦૨૪નું મતદાન આજે પુરૂ થયું છે.૫૪૨ લોકસભા બેઠકોના પરિણામ ઇવીએમમાં કેદ થઇ ગયા છે.હવે લોકોને આતુરતાથી એ વાતની ઇન્તેજારી છે કે દેશમાં આગામી સરકાર કોની બનશે શું દેશમાં ત્રીજીવાર મોદી સરકાર આવનાર છે કે કંઇક ઉલટફેર થશે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પણ આ વખતે જીતનો દાવો કરી રહ્યું છે.દેશમાં આગામી સરકાર કોની બનશે એ તો ચાર જુને જ જાણી શકાશે પરંતુ એકઝીટ પોલના પરિણામે કંઇક હદે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ઇન્ડિયા ટુડે એકિસસ માઇ ઇન્ડિયાના એકઝીટ પોલના પરિણામમાં જણાવાયું છે કે દક્ષિણના સૌથી મોટા રાજય તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસના દબદબો રહેશે અહીં ઇન્ડિયા ગઠબંધનને ૩૩-૩૭ બેઠકો મળવાનું અનુમાન છે જયારે એનડીએને ૨થી૭ અને એઆઇએડીએમકેને ૨ બેઠકો મળવાનું અનુમાન છે.સર્વે એજન્સીએ એનડીએને ૩૫૩-૩૬૮ અને ઇન્ડિયા ગઠબંધનને ૧૧૮-૧૩૩ જયારે અન્યને ૪૩-૪૮ બેઠકો મળે તેવું અનુમાન લગાવ્યું છે. પીમારકયુએ એનડીએને ૩૫૯ ઇન્ડિયાને ૧૫૪ અને અન્યને ૩૦ બેઠકો મળશે તેવું અનુમાન લગાવ્યું છે. એબીસી વોટરના એકઝીટ પોલમાં આંધ્રપ્રદેશ માટે એનડીએને ૨૧-૨૫ વાઇએસઆરસીપીને ૪ કોંગ્રેસને શૂન્ય અને અન્યને પણ શૂન્ય બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું છે. કર્ણાટકમાં ભાજપ ૧૮-૨૨ બેઠકો પર જીતી શકે છે કોંગ્રેસ પાછળ રહેશે.તેલગણામાં ભાજપ વધારે બેઠકો જીતી સકે છે.તે ૮થી ૧૦ બેઠકો જીતી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution