મોદી સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટી હેઠળ આવરી લે તવી શક્યતા



મોદી સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ ૨૦૨૪-૨૫ ૨૩ જુલાઈ, મંગળવારે રજૂ થવાનું છે. સૌ કોઈની નજર નાણા મંત્રી ર્નિમલા સીતારમણ પર છે કે, તે મોટી જાહેરાતો કરી શકે છે. આ વખતે બજેટમાં તમામ વર્ગને અનુલક્ષીને નીતિઓ ઘડવામાં આવી હોવાની અપેક્ષા નિષ્ણાતો અને ઉદ્યોગ દિગ્ગજાે વ્યક્ત કરી રહ્યા છે. જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટી હેઠળ આવરી લેવાની જાહેરાત થઈ શકે છે. એનર્જી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજાેને અપેક્ષા છે કે, મોદી સરકાર આ વખતે પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટી હેઠળ આવરી લેવાની જાહેરાત કરશે.

૧ જુલાઈના રોજ મોદી સરકારે જીએસટી લાગૂ કરવાની જાહેરાત કરી હતી. જીએસટી લાગુ કરવા પાછળનો ઉદ્દેશ વન નેશન વન ટેક્સ પોલિસી લાગુ કરવાનો હતો. જેમાં સમયાંતરે સુધારા-વધારા થઈ રહ્યા છે. જાે કે, છેલ્લા સાત વર્ષથી માગ હોવા છતાં પેટ્રોલ-ડીઝલ, નેચરલ ગેસ, એવિએશન ટર્બાઈન ફ્યુલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટીમાં સ્થાન આપ્યું નથી.

પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર હજુ પણ એક્સાઈઝ ડ્યુટી અને ફછ્‌ જેવા કર લાદવામાં આવે છે. જાે પેટ્રોલિયમ પેદાશો પરના અલગ-અલગ ટેક્સ દૂર કરવામાં આવે અને માત્ર ય્જી્‌ લાગુ કરવામાં આવે તો તેનાથી કિંમતો ઘટી શકે છે. ઉપરાંત વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ૈં્‌ઝ્ર)નો દાવો કરી શકે છે. તેનાથી તેમનો કુલ ખર્ચ પણ ઘટશે.પેટ્રોલ-ડીઝલના ભાવ ચાર મુખ્ય પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે કોઈપણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સની બેઝિક પ્રાઈસમાં પરિવહન ખર્ચ પણ સામેલ છે. ડીલરનું કમિશન બેઝિક પ્રાઈસમાં ઉમેરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ એક્સાઈઝ ડ્યૂટી પણ તેમાં સામેલ છે. બાદમાં રાજ્ય સરકાર પોતાની તરફથી ફછ્‌ લાગૂ કરે છે. જે રાજ્યવાર અલગ-અલગ હોય છે.

જાે એક્સાઈઝ ડ્યુટી અને ફછ્‌ દૂર કરવામાં આવે અને તેના સ્થાને એક જ ટેક્સ અર્થાત જીએસટી લાગુ કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલની કિંમત સસ્તી થઈ શકે છે. જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવો દેશભરમાં એકસમાન થશે. અને ગ્રાહકોને રાહત મળશે. જાે નાણામંત્રી ર્નિમલા સીતારમણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટી હેઠળ લાવવાનો ર્નિણય કરે તો ઉદ્યોગોની સાથે ગ્રાહકોને પણ રાહત મળી શકે છે. એક્સાઈઝ ડ્યુટી અને ફછ્‌ ને બદલે માત્ર એક જ ટેક્સ ય્જી્‌ લાદવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાથી માત્ર ઉદ્યોગ જ નહીં સામાન્ય માણસ પણ પરેશાન છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution