અમદાવાદ-
વડોદરામાં રવિવારની ચૂંટણીસભાને સંબોધતી વખતે સ્ટેજ પર ચક્કર આવી ગયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકાએક ઢળી પડતાં તત્કાળ તેમના સહાયકોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જો કે, ત્યારબાદ તેઓ પોતે જ ઊભા થઈને કારમાં બેસી એરપોર્ટ તરફ રવાના થયા હતા. ત્યાંથી અમદાવાદ પહોંચ્યા બાદ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ત્રણ તબીબોને તેમની સારવાર અને સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે તૈયાર રખાયા હતા.
દરમિયાનમાં ગુજરાત, ગુજરાતના નેતાઓની ખાસ કાળજી લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી રૂપાણીને ફોન કર્યો હતો. તેમણે રૂપાણીને પોતાની તબિયતનો ખ્યાલ રાખવા અને પૂરતો આરામ કરવા કહ્યું હતું. તેમણે મુખ્યમંત્રીની સારવાર કઈ જગ્યાએ કરાય છે અને તે હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરાઈ છે કે કેમ, એ બાબતે પણ જાણકારી મેળવી હતી.