મોડાસા-
અરવલ્લી જિલ્લામાં થોડા માસ પહેલા કોમ્પ્રેસર અને એ.સી આઉટડોરની ચોરીની ઘટના બની હતી. આ કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી અન્ય આરોપીઓને ઝડપવાના ચક્રો ગતીમાન કર્યા હતા. મોડાસા ટાઉન પોલીસે કાલબેલિયા ગેંગના વધુ એક સાગરીત વિનોદ ઉર્ફે જાંગડી રમેશ પરમારને હિંમતનગરથી ઝડપ્યો હતો.
પોલીસે શહેરના મેઘરજ રોડ પર તંબુ તાંણી રહેતી રાજસ્થાનની કાલબેલિયા ગેંગના પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયાને ઝડપી પાડી ચોરી કરેલા ફ્રિજના કોમ્પ્રેસર અને એ.સીના આઉટડોર કબ્જે લીધા હતા. પ્રેમનાથની સઘન પૂછપરછમાં અન્ય સાગરિતો પણ આ ચોરીમાં સંડોવાયેલા હોવાનું પોલીસને જાણ થતા કાલબેલિયા ગેંગના અન્ય સાગરિતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મોડાસા ટાઉન પોલીસને બાતમી મળતા શુક્રવારના રોજ કાલબેલિયા ગેંગના વધુ એક કુખ્યાત ચોર રાજસ્થાનના વિનોદ ઉર્ફે જાંગડી રમેશ પરમારને હિંમતનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.