ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત બજેટમાં ગીર સોમનાથનો સમાવેશ કરવા ધારાસભ્યાની માંગણી

ગીર સોમનાથ તાજેતરમાં અમુક જિલ્લાયમાં થયેલા કમોસમી વરસાદથી પાકોને થયેલી નુકસાનીનું વળતર ખેડૂતોને આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૫ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં નુકસાની પહોંચી હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાપનો સમાવેશ ન કરાતાં પંથકના લોકને અન્યાથયની લાગણી થઈ હતી. જેથી આ રાહત પેકેજમાં ગીર સોમનાથનો સમાવેશ કરવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યણમંત્રી અને કૃષી મંત્રીને લેખિત રજૂઆત કરી હતી.

તેમજ છેલ્લાન ત્રણેક દિવસથી સોમનાથ પંથકમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઘઉં, ચણા, તુવેર જેવા પાકોને ભારે નુકસાન થયુ હતું. જેના અંગે સત્વેરે સર્વે કરાવી યોગ્યડ વળતર આપવાની માંગણીને લઇ સોમનાથના ધારાસભ્યાએ રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે રાજ્યના અમુક જિલ્લાસઓમાં થયેલા કમોસમી વરસાદના લીઘે ખેતરોમાં રહેલા પાકોને ભારે નુકસાન થયું હતું. જેન અંગે સરકારે સર્વે કરાવી ખેડુતોને થયેલી નુકસાનીનું વળતર ચુકવવા માટે રૂ. ૧૦૫ કરોડનું રાહત પેકેજ બજેટ જાહેર કર્યુ છે.

આ બજેટમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી તેમના જિલ્લારના ખેડૂતોના પાકોને કમોસમી વરસાદના લીધે નુકસાન થયુ હોવા છતાં વળતરરૂપી લાભ મળી શકે તેમ નથી. ત્યા રે આ રાહત પેકેજનો લાભ સોમનાથ જિલ્લાાના ખેડૂતોને મળે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ માંગણી કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેરાવળ-સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે ૯૦ ટકા ખેડૂતો ખેતી કરે છે. પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા છેલ્લા ત્રણેક દિવસથી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના લીધે પંથકના ખેડૂતો દ્વારા મોંઘા બિયારણો લઈ પોતાના ખેતરોમાં ઘઉં, ચણા, તુવેર, જીરા જેવા પાકોના કરેલા વાવેતરને અતિભારે નુકશાન પહોચ્યું છે. આ અગાઉ પણ ચોમાસાની સીઝનના અંતમાં પડેલ અતિભારે વરસાદના લીધે સોમનાથ પંથકના ખેડૂતોના પાકો-ખેતરોને ભારે નુકશાન થયું હતું.

સોમનાથના ખેડૂતો ચાલુ વર્ષે એક પણ સીઝનમાં સારો પાક મેળવી શકયા નથી. જેના લીધે પંથકના ખેડૂતોની હાલત કથળી ગઇ હોય તેમ પાયમાલીના આરે પહોંચી ગયા છે. જે વિગતોને ધ્યાને રાખી સોમનાથ પંથકમાં વરસેલા કમોસમી વરસાદના લીધે થયેલા નુકસાન અંગે તાત્કાલીક ધોરણે સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી. જાે આમ નહીં થાય તો આગામી સીઝનમાં પંથકના ખેડૂતો પાકોનું વાવેતર કરી શકશે નહીં. જેથી ધારાસભ્યની આ રજૂઆતના સંદર્ભે તેમણે સત્વીરે ર્નિણય કરી ખેડૂતોને રાહતરૂપી મદદ આપવાની માંગણી કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution