અમદાવાદ-
વર્ષ 2017 માં અમદાવાદનાં ઇન્કમટેક્ષ સર્કલ પાસે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના કપડા કાઢીને સરકારની વિરુદ્ધમાં સુત્રોચ્ચાર પોકાર્યા બાદ ભારે હંગામો મચાવ્યો હતો. જે મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો. તેમજ અન્ય એક કેસમાં જીગ્નેશ મેવાણીએ કાલુપુર રેલ્વે સ્ટેશને રાજધાની ટ્રેનને 20 મીનીટ સુધી રોકી રાખીને પોતાનો વિરોધ દેખાવ કર્યો હતો. જે મામલે પણ કાલુપુર રેલ્વે પોલીસે તેમની વુરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.
આ બન્ને ગુનામાં તેમના તરફથી સૌ પ્રથમ ડિસ્ચાર્જ અરજી (કેસમાંથી મુક્તિ મેળવવાની અરજી) મેટ્રો પોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં કરી હતી. જેની ઉપર સુનાવણી થયા બાદ કોર્ટે બન્ને પક્ષોનાં પુરાવા અને દલીલોને સાંભળ્યા બાદ જીગ્નેશ મેવાણીની ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેમણે આ મામલે સેશન્શ કોર્ટમાં CRPC ની કલમ 397 મુજબ ક્રિમિનિલ રિવિઝન અરજી દાખલ કરી છે. જેમા તેમના વતી અપીયર થયેલા વકીલ પરેશ વાઘેલાએ એવુ જણાવ્યુ છે કે, નીચલી કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને બન્ને કેસમાંથી મુક્તિ ન કરતા આખરે અમોએ સેશન્શ કોર્ટમાં ક્રિમિનલ રિવિઝન અરજી કરી છે જેનાા પર વધુ સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરાશે.