ગાંધીનગર-
કોરોના કાળમાં દુનિયામાં ભરના તમામ ધંધાર્થીઓ આર્થિક સંકલમાનનો સામનો કરી રહ્યા છે. ત્યારે નાના કલાકારોની સ્થિતિ અતિ કફોડી બની છે. આવા કલાકારોને ગુજરાત ચાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આવા કલાકારોની વહારે કલાકાર અને ધારાસભ્ય એવા હિતું કનોડિયા આવ્યા છે.
હિતું કનોદિયાએ ગુજરાત રાજ્યના સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને આવા નાના કલાકારો માટે સત્વરે સહાયભૂત થવા માટે રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, જ્યારથી કોરોના ની શરૂવાત થઈ છે ત્યારે થી મનોરંજન થિયેટરો બંધ થયા છે. હું કોઈ મોટા કલાકારો ની વાત નથી કરતો પણ નાના નાના ગાયકો, કલાકારો, સ્પોટબોય વગેરે ની વાત કરી રહ્યો છું. કલાકર કસબીઓ દરેક મુસીબત માં લોકો માટે બહાર આવ્યા છે. ડાયરા, કે મ્યુઝીશિયન વગેરે માટે મુખ્યમંત્રી ને રજુઆત કરી છે. સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી ને પણ કંઈક શરૂ થઈ શકે તો આવા નાના કલાકારો માટે સહાયરૂપ થશે.