ભારતીય શેરબજારમાં બજેટ પર મિશ્ર પ્રતિસાદ સેન્સેક્સ ૭૩ પોઈન્ટ ઘટીને ૮૦,૪૨૯ પર બંધ


 મુંબઇ:ભારતીય શેરબજારમાં બજેટ-૨૦૨૪ પર મિશ્ર પ્રતિસાદ જાેવા મળ્યો છે. તે સહેજ પતન સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૨૨૨ પોઇન્ટના વધારા સાથે ૮૦,૭૨૪.૩૦ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે મહત્તમ ૮૦,૭૬૬.૪૧ પોઈન્ટ્‌સ અને ન્યૂનતમ ૭૯,૨૨૪.૩૨ પોઈન્ટ્‌સ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ આજે ૦.૦૯ ટકા અથવા ૭૩ પોઈન્ટ ઘટીને ૮૦,૪૨૯ પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી આજે ૦.૧૨ ટકા અથવા ૩૦ પોઇન્ટના ઘટાડા સાથે ૨૪,૪૭૯ પર બંધ થયો હતો. માર્કેટ ક્લોઝિંગ સમયે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૦ શેર લીલા નિશાન પર, ૨૯ શેર લાલ નિશાન પર અને ૧ શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થતા જાેવા મળ્યા હતા.નિફ્ટી શેર્સમાં આજે સૌથી વધુ વધારો ટાઇટનમાં ૬.૫૬ ટકા આઇટીસીમાં ૬.૫૨ ટકા, ટાટા કન્ઝ્‌યુમરમાં ૪.૪૨ ટકા,એનટીપીસીમાં ૨.૭૮ ટકા અને અદાણી પોર્ટ્‌સમાં ૨.૭૭ ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો લાર્સન એન્ડ ટુબ્રોમાં ૩ ટકા, હિન્દાલ્કોમાં ૨.૯૭ ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં ૨.૭૯ ટકા, બજાજ ફાઇનાન્સમાં ૨.૨૭ ટકા અને ઓએનજીસીમાં ૧.૮૪ ટકા નોંધાયો હતો.નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે મંગળવારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ દર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ર્નિણયનો હેતુ જાેખમી વ્યવસાયમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી ઘટાડવાનો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution