ગાંધીનગર-
વિધાનસભાની ચૂંટણીમાં ભાવિ યોજનાના ભાગ રૂપે સોમવારે ભાજપની મહત્વનું બેઠક મળનાર છે, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં કારોબારી બેઠક મળનાર છે જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેનાર છે. મહત્વનું છે કે ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે જેમાં વચ્યૂઅલી માધ્યમ વડે યોજાનાર આ બેઠકમાં ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહેનાર છે.
દર વર્ષ યોજાતી કારોબારી બેઠકમાં જે તે જિલ્લાના પ્રદેશ પ્રમુખો, હોદ્દેદારો અને મંત્રીઓ હાજર રહેતા હોય છે તેમ આ વખતે મળનાર બેઠકમાં કોરોના મહામારીને કારણે હાજર રહી શકશે નહી પરતું વચ્ર્યૂઅલ માધ્યમ વડે મળનાર આ બેઠકમાં પ્રદેશના ઉચ્ચ હોદ્દેદારો અને સંગઠનના મોટા નેતાઓ બેઠકમાં હાજરી આપનાર છે.
કોવિડ મહામારીને કારણે આ બેઠક વચ્ર્યૂઅલ યોજાશે જેમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવનાર છે બે દિવસ ચાલનાર આ બેઠકમાં મહત્વના ઠરાવો પસાર થાય તેવું પણ મનાઈ રહ્યું છે. આ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પ્રદેશના હોદ્દેદારો તેમજ સંગઠનના મોટા નેતાઓ પણ ભાગ લેનાર છે તેમજ પ્રદેશ ભાજપના પ્રભારે ભૂપેન્દ્ર યાદવ પણ વચ્ર્યૂઅલ માધ્યમથી આ બેઠકમાં જાડાશે.
મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીની ગુજરાતની મુલાકાત બાદ તેમણે આગામી વિધાસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોમે ઉભા રાખવાની જાહેરાત કરી હતી તે બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આ તરફ કોંગ્રેસ પણ હવે બેઠી થવાના મૂડમાં હોય તેમ એક બાદ એક મોટા ર્નિણયો લઈ રહી છે અને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આવખે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ શકે તેવું વર્તાઈ રહ્યું છે.