નવી દિલ્હી: ઓસ્કર ૨૦૨૫ માટે ભારત તરફથી ‘લાપતા લેડીઝ‘ની સત્તાવાર એન્ટ્રી કરવામાં આવી છે. તેને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. કિરણ રાવ દ્વારા નિર્દેશિત ‘લાપતા લેડીઝ’ ૯૭મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યોએ એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. આમિર ખાન પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નિતાંશી ગોયલ મુખ્ય કલાકારોછે. આ ફિલ્મમાં રવિ કિશન અને છાયા કદમે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગયા વર્ષે મલયાલમ સુપરહિટ ‘૨૦૧૮ઃ એવરીવન ઈઝ અ હીરો’ ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી બની હતી. .પિતૃસત્તા પર હળવા દિલથી વ્યંગ કરતી હિન્દી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ૨૯ ફિલ્મોની યાદીમાંથી પસંદ કરવામાં આવી છે, જેમાં બોલિવૂડની હિટ ‘એનિમલ’, મલયાલમ નેશનલ એવોર્ડ વિજેતા ‘આટ્ટમ’ અને કાન્સ વિજેતા ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’નો પણ સમાવેશ થાય છે. આસામી દિગ્દર્શક જાહનુ બરુઆના અધ્યક્ષતા હેઠળની ૧૩ સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત ‘લાપતા લેડીઝ’ને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં સામેલ કરવાનો ર્નિણય લીધો હતો. આ ફિલ્મે તમિલ ફિલ્મ ‘મહારાજા’, તેલુગુ ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ છડ્ઢ’ અને ‘હનુ-માન’ને પણ પાછળ છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ અને ‘આર્ટિકલ ૩૭૦’ પણ ૨૯ ફિલ્મોની યાદીમાં સામેલ હતીમહત્ત્વપૂર્ણ છે કે, ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ૧ માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ધીમી રહી હતી. જાે કે, સકારાત્મક શબ્દો અને સારી સમીક્ષાઓ સાથે તે બોક્સ ઓફિસ પર વેગ પકડવામાં સફળ રહી. જીટ્ઠષ્ઠાહૈઙ્મા અનુસાર, ફિલ્મ માત્ર ૭૫ લાખ રૂપિયાથી ઓપન થઈ હતી. આ ફિલ્મ શરૂઆતના સપ્તાહના અંત સુધીમાં ૪ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. થિયેટરમાં રિલીઝ થયાના ૫૦ દિવસ પછી ‘લાપતા લેડીઝ’નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ૧૭.૩૧ કરોડ રૂપિયા રહ્યું હતું. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જાેઈ શકાય છે. હાલમાં જ કિરણ રાવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જાે લાપતા લેડીઝ ઓસ્કર સુધી પહોંચશે તો મારું સપનું પૂરું થશે. હાલમાં આ એક પ્રક્રિયા છે અને મને ખાતરી છે કે, તેના પર વિચાર કરવામાં આવશે.’.