નવી દિલ્હી, તા.૧૯
ચીન સેનાની દરેક હિલચાલ પર નજર રાખવા ભારતીય સેનાની ત્રણે પાંખોએ પોતાની ગતિવિધિઓમાં વધારો કર્યો છે. સેનાએ આખી એલએસીના તમામ પોઇન્ટ પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનના તમામ બેઝ હાઇ એલર્ટ પર છે. બીજી તરફ નેવી પણ જાસુસી વિમાન દ્વારા સમુદ્રમાં ચીની જહાજો પર સતત નજર રાખી રહી છે.
સુત્રો અનુસાર એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદોરિયા લેહ અને શ્રીનગરની બે દિવસની મુલાકાતે હતા. પૂર્વી લદ્દાખમાં ચીને ૧૦ હજાર સૈનિકોને તહેનાત કર્યા છે. જેને ધ્યાને રાખીને ન્છઝ્ર પરના તણાવને ધ્યાનમાં લેતા ઓપરેશનલ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો. ૧૭ જુને એરફોર્સ ચીન લેહની મુલાકાત કરી હતી. તે ૧૮ જૂને શ્રીનગર એરબેઝ ખાતે પહોંચ્યા હતા. આ બંને એરબેઝ કોઇ પણ ઓપરેશન માટે ઘણા જ મહત્વુપૂર્ણ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ભારતીય યુદ્ધ વિમાનોને ઓપરેશન મોડમાં તૈયાર રાખવામાં આવ્યા છે. અહીં વાયુસેના ચીનની કોઇ પણ ગુસ્તાખીનો જવાબ આપવા માટે તૈયાર છે.
ચીને ભારતના ૨ મેજર સહિત ૧૦ જવાનો મુક્ત કર્યા
પૂર્વ લદાખ Âસ્થત ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચેના હિંસક સંઘર્ષમાં ચીની સેનાએ ૧૦ સૈનિકોને બંધક બનાવી દીધા હતા. એક રિપોર્ટ મુજબ, ચીની સેનાએ બે મેજર સહિત ૧૦ ભારતીય સૈનિકોને બંધક બનાવી દીધા હતા. આ સૈનિકોને ત્રણ દિવસની વાતચીત બાદ મુક્ત કરાવવામાં સફળતા મળી છે. જાકે, આ વાત ભારતીય સેના તરફથી અધિકૃત નિવેદનમાં જાહેર નથી કરવામાં આવી. આ પહેલા ભારતીય સેનાએ ગુરુવારે તે મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ત્રણ દિવસ પહેલા ચીની સૈનિકોની સાથે થયેલા હિંસક સંઘર્ષ બાદ તેમને કોઈ સૈનિક ગુમ છે. સેનાએ એક નિવેદનમાં કÌšં હતું કે, એ સ્પષ્ટ કરાયું છે કે કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક ગુમ નથી થયા. એવા પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા હતા કે ગલવાન ઘાટીમાં હિંસક સંઘર્ષ બાદ ચીની સેનાએ ભારતીય સેનાના કેટલાક સૈનિકોને કેદ કર્યા હતા.
કોઈ ભારતીય સૈનિક અમારા કબજામાં નથી ઃ ચીન
ગાલવાન વેલી ખાતે હિંસા બાદ ૧૦ ભારતીય સૈનિકોને ત્રણ દિવસ સુધી પોતાની કસ્ટડીમાં રાખનારા ચીને એક પણ ભારતીય સૈનિક પોતાના કબજામાં ન હોવાનો દાવો કર્યો છે. સાથે જ ચીની વિદેશ મંત્રાલયે ગાલવાન વેલીની ગંભીર Âસ્થતિ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું અને તણાવપૂર્ણ Âસ્થતિના ઉકેલ માટે બંને દેશ વચ્ચે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને ચીની વસ્તુઓના બહિષ્કાર મુદ્દે પુછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, ‘જ્યાં સુધી ગાલવાન ઘાટીની ગંભીર Âસ્થતિની વાત છે તો સારૂં કે ખરાબ બહુ સ્પષ્ટ છે અને તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય પક્ષની છે. Âસ્થતિના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ચીન ભારત અને ચીન વચ્ચેના સંબંધને ભારે મહત્વ આપે છે. આશા રાખું કે બંને દેશો લાંબા સમય માટે દ્વિપક્ષીય સંબંધોની રક્ષા કરવા કામ કરી શકે.
ચીનનો હુમલો પહેલાથી પ્રી-પ્લાન હતો, કેન્દ્ર સરકાર સૂતી રહી ઃ રાહુલ ગાંધી
ભારત અને ચીનની સરહદ પર થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેના ૨૦ જવાન શહીદ થઇ ગયા, આ ઘટનાને લઇને દેશમાં જનતાનો ગુસ્સો જાવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મામલે સતત મોદી સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી સર્વદળીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર આકરા પ્રહાર કરતાં સવાલ કર્યાં છે. રાહુલ ગાંધીએ કÌšં કે ચીનનો હુમલો પહેલાથી પ્રી-પ્લાન હતો, પરંતુ કેન્દ્ર સરકાર સુતી રહી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન સાથે થયેલી હિંસક ઝડપને લઇને આજે Âટ્વટ કર્યું અને ત્રણ મુદ્દાઓને ઉઠાવ્યાં. રાહુલ ગાંધીએ લખ્યું કે હવે એ નક્કી થયું ગયું છે કે ચીને જે ગલવાનમાં હુમલો કર્યો તે પહેલાથી જ પ્રી-પ્લાન કરેલ હતો, ભારત સરકાર આ દરમિયાન સુતી જાવા મળી અને પરેશાનીને ટાળતી રહી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સાથે લખ્યું કે મોદી સરકારની લાપરવાહીનું પરિણામ આપણા જવાનોને ભોગવવું પડ્યું.