વલસાડ, કપરાડા તાલુકામાં કુંભઘાટમાં અનેક અકસ્માતો બની રહ્યા છે જેને રોકવા માટે કુંભઘાટમાં ત્રિપલ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે. પરંતુ પુરપાટ ઝડપે ઘાટ ઉતરતા અ અજાણ્યા વાહન ચાલકોને ત્રિપલ સ્પીડ બ્રેકરના દેખાતા સ્પીડ બ્રેકર જ અકસ્માતનું કારણ બની રહ્યા છે. હૈદરાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલા પાવડર ભરેલી ટ્રક કુંભઘાટ માં પલટી જતા માર્ગ માં બાધિત થયો હતો. જાેકે ઘટના માં કોઈ જાનહાની બની નહિ હૈદરાબાદ થી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટ્રક નંબર એન એલ ૦૧ બી એ ૨૩૮૧ ના ચાલક કપરાડાના કુંભ ઘાટ ઉપર થી નીચે ઉતારી રહ્યો હતો. ત્યારે બ્રેક ફેઈલ થઈ જતાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી માર્ગની વચ્ચોવચ પડી જતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. જાેકે ઘટનામાં કોઈ જાનહાની બની નહિ. ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. ઘટના અંગેની જાણકારી કપરાડા પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર પહચીને ટ્રકને માર્ગની વચ્ચેથી સાઈડમાં ખસેડવાની કામગીરી કર્યા બાદ રાબેતા મુજબ વાહન વ્યવહાર શરુ થયો હતો.