દિલ્હી-
ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો Olympicમાં શનીવારે મહિલાઓની 49 કિલોગ્રામ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ રજત પદક જીત્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, આ સિવાય હું વધુ કઈ માંગી શકતો નથી. મીરા બાઈ તમને ખુબ ખુબ અભિનંદન. તમારી સફળતાથી તમામ ભારતીયોને પ્રોત્સાહન મળશે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે લખ્યું કે, વેઇટલિફ્ટિંગમાં રજત પદક જીતીને ટોક્યો Olympic 2020 માં ભારત માટે મેડલ જીતવાની શરૂઆત કરવા બદલ મીરાબાઈ ચાનુને હાર્દિક અભિનંદન. ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું કે, પ્રથમ દિવસે ભારતનો પ્રથમ મેડલ. મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલો વજનની લિફ્ટિંગમાં રજત મેડલ જીત્યો. મીરા પર ભારતને ગર્વ છે.