પોશીનાની પનારી નદી પાસેથી ચોરીના ૧૪ બાઈક સાથે સગીર આરોપી પકડાયો

ખેડબ્રહ્મા, પોશીનાની પનારી નદીના પુલ પાસેથી ચોરેલા બાઈક સાથે પસાર થઈ રહેલો એક સગીર વયનો યુવક ઝડપાયો હતો. જે બાદ પોલીસ પૂછપરછમાં આ સગીર વયના યુવકે આંજણી ગામના એક શખ્સ સાથે મળીને બનાસકાંઠા સહિતના અલગ અલગ જિલ્લામાંથી ૧૪ જેટલી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે આ તમામ બાઈકકબજે કરી આંજણી ગામના આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે પોશીના પોલીસની ટીમ સ્ટેશનવિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને સાબરકાંઠા. બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લામાંથી મોટરસાઈકલની ચોરી કરતો એક શખ્સ બાઈક લઈને દેલવાડાથી પોશીના તરફ જઈ રહ્યો છે, ત્યારે પોલીસે વોચ ગોઠવી યુવકને અને પકડી પાડયો હતો, અને પૂછપરછમાં યુવકસંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આજેથી પોલીસે પોકેટકોપની મદદથી તપાસ કરતા જણાયું હતું કે,યુવક લઈને આવેલું બાઈક બનાસકાંઠાના પાલનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલું છે. તેમજ ત્યારે યુવકે આંજણી ગામના એક શખ્સ સાથે મળીને બનાસકાંઠા સહિતના અલગ અલગ જિલ્લામાંથી ૧૪ જેટલી બાઈક ચોરીકરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે કિં.રૂ. ૪,૯૮૦૦૦ના૧૪ ચોરીના બાઈક કબજે કરીઝડપાયેલા યુવક અને ફરારલુકેશભાઈ ઉર્ફે લુકો મોહનભાઈ બુંબડીયા (રહે. આંજણી, ખાદરાફળો તા. પોશીના) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એન.બી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેકટર અને તેમની ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution